પોતાનો પક્ષ લેવા માટે ગુસ્સો હોવો જરૂરી છે: સલમાન

03 December, 2020 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાનો પક્ષ લેવા માટે ગુસ્સો હોવો જરૂરી છે: સલમાન

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે તે ફ્રેન્ડ્સ બનાવવામાં સમય લે છે. સાથે જ તેનું માનવું છે કે જો પોતાના માટે ઊભા રહેવાનું હોય તો ગુસ્સો કરવો યોગ્ય છે. બૉલીવુડમાં સલમાન તેની ફ્રેન્ડશિપને લઈને ખાસ્સો જાણીતો છે. તે ફ્રેન્ડ્સને મદદ કરવામાં પાછી પાની નથી કરતો. ફ્રેન્ડશિપને લઈને સલમાન ખાને કહ્યું હતું કે ‘હું ફ્રેન્ડ્સ બનાવવામાં સમય લઉં છું. એથી મારી પાસે હાલમાં જે પણ ફ્રેન્ડ્સ છે એ ૨૦-૩૦ વર્ષ જૂના છે. સાથે ફ્રેન્ડ્સ નવા પણ આવતા જાય છે. જોકે તેઓ મારા જે ૪ ક્લોઝ ફ્રેન્ડ્સ છે એટલા નજીકના નથી. તમે જ્યારે ફ્રેન્ડ્સ બનાવો છો તો શરૂઆતમાં તો બધા સારી રીતે જ રહે છે. બાદમાં તમને એકબીજાની ભૂલો દેખાવા માંડે છે. જો તમને તેમની ભૂલો સ્વીકાર્ય હોય તો એમાં કંઈ ખોટું નથી, કારણ કે તેમની અંદર રહેલા સારા ગુણો એ ભૂલો કરતાં હજારગણા અગત્યના છે. તમને તેમની કમજોરી પણ માન્ય હોય તો સારી વાત છે, પરંતુ જો તમને તેમની ખામી નથી પસંદ અને કોઈ ફ્રેન્ડ્સ એટલા સ્ટ્રૉન્ગ નથી તો પછી એવી રિલેશનશિપની કોઈ જરૂર નથી.’

પોતાના ગુસ્સા વિશે સલમાન ખાને કહ્યું હતું કે ‘મને ગુસ્સો આવે છે, જે જરૂરી પણ છે. જો તમે પોતાની જાતનો પક્ષ લેવા માટે ગુસ્સો કરતા હો તો એ ખરાબ બાબત નથી. જોકે ગુસ્સો કંઈ મારો સ્વભાવ નથી. અમે નાની-નાની વાતોમાં નારાજ થઈએ છીએ જેવી કે કોઈ લેટ આવે અથવા તો શૂટિંગ સમયસર શરૂ ન થાય. હું લોકોને કહું છું કે તમારી આસપાસ જુઓ કે આપણને ઘણીબધી સવલતો મળી છે, જેનો આપણે આભાર માનવો જોઈએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips Salman Khan