સલમાનની 'ભારત' માટે ICC વર્લ્ડ કપ બની શકે છે મુશ્કેલીનું કારણ

30 April, 2019 04:43 PM IST  | 

સલમાનની 'ભારત' માટે ICC વર્લ્ડ કપ બની શકે છે મુશ્કેલીનું કારણ

ભારત પોસ્ટર (ફાઇલ ફોટો)

સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ભારત 5 જૂનના રિલીઝ થઇ રહી છે. આ દરમિયાન 30 મેથી ઇંગ્લેન્ડમાં ICC વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. ફિલ્મની રિલીઝના દિવસે જ ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે. વર્લ્ડ કપના ક્રેઝમાં દબંગ ખાનની ઇદના દિવસે રિલીઝ થતી ફિલ્મને પહેલા દિવસે બૉક્સ ઑફિસ પર નુકસાન વેઠવું પડી શકે છે. જણાવીએ કે સલમાન ખાનની આ ફિલ્મનું ટ્રેલર અને ગીત પહેલેથી સોશિયલ મીડિયા પર છવાયેલું છે.

ફિલ્મમાં કેટરીનાની સાથે દિશા પટાણી પણ મુખ્ય ભૂમિકામાં

સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માય ફાધર'ની હિન્દી રિમેક છે. ફિલ્મ 'ઓડ ટૂ માય ફાધર'માં 1950થી લઇને 2014 સુધીના સમયમાં એક સામાન્ય નાગરિકના દ્રષ્ટિકોણથી મોટા પડદા પર રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ 'ભારત'માં પણ કંઇક એવું જ બતાવવામાં આવશે, જેમાં સલમાન ખાનના પાત્રની મદદથી આઝાદી પછીથી લઇને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર બતાવવામાં આવશે. દિશા પટાણી સિવાય કેટરિના કૈફ પણ મુખ્ય અભિનેત્રીના પાત્રમાં જોવા મળે છે.

આ પણ વાંચો : ઋષિ કપૂર થયા કેન્સર મુક્ત, ફિલ્મમેકરે ફેસબુક પર શેર કરી માહિતી

ટ્રેલર જોઇને કિંગ ખાને કર્યા હતા વખાણ

બોલીવુડ કિંગ ખાન ફિલ્મ 'ભારત'ના ટ્રેલરને લઇને દબંગ ખાનના ઘણા વખાણ કર્યા હતા. શાહરૂખ ખાને ફિલ્મના ટ્રેલરને જબરજસ્ત જણાવતાં લખ્યું કે શું વાત છે ભાઈ ખૂબ જ સરસ. સલમાન ફિલ્મમાં કેટરીના અને દિશા પટાની બન્ને સાથે રોમેન્સ કરતો જોવા મળશે. તો ફિલ્મમાં દર્શકોને જબરજસ્ત એક્શન અને ડાયલૉગ્સ પણ જોવા મળશે. જણાવીએ કે ફિલ્મમાં સલમાન યુવાનીથી લઇને 70 વર્ષના વયોવૃદ્ધના પાત્રની ભૂમિકા ભજવશે.

bollywood news bollywood Salman Khan salman khan controversies Bharat bollywood events