સલમાન ખાને પિતા સલીમ ખાન સાથે શૅર કરી તસવીર, કહ્યું 'હેપી બર્થડે'

25 November, 2019 04:11 PM IST  |  Mumbai Desk

સલમાન ખાને પિતા સલીમ ખાન સાથે શૅર કરી તસવીર, કહ્યું 'હેપી બર્થડે'

બોલીવુડના ભાઇજાન અને એક્ટર સલમાન ખાન 'દબંગ 3' દ્વારા ધમાલ મચાવવા તૈયાર છે. ચાહકો પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સલમાનના ચાહકોને ફક્ત તેની ફિલ્મો જ પસંદ છે એવું નથી, પણ તે તેને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરે છે. એવામાં સલમાન પોતાના સોશિયલ મીડિયા પરથી તસવીરો પણ શૅર કરે છે. દરમિયાન તેણે પોતાના પિતા અને સ્ક્રીન પ્લે રાઇટર સલીમ ખાન સાથએની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે બન્ને એકસાથે ફિશિંગ કરતા દેખાય છે.

સલમાન ખાને પોતાના ઑફિશિયલ અકાઉન્ટ પરથી એક તસવીર શૅર કરતા લખ્યું, "હેપી બર્થડે ડેડી". વાત હકીકતે એ છે કે સલીમ ખાન 24 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. એવામાં સલમાને પિતાને જન્મદિવસની વધામણી આપવા સોશિયલ મીડિયાની મદદ લીધી. સલમાનની આ પોસ્ટ દ્વારા દિવ્યા ખોસલા કુમારે પણ સલીમ ખાનને જન્મદિવસ વિશ કર્યું. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સલીમ ખાને ક્યારેક બોલીવુડના શાનદાર પાત્રોને ઘડવાનું કામ પણ કર્યું છે. શોલે જેવી ફિલ્મોને લખનારા સલીમે જાવેદ અખ્તર સાથે કેટલીય જબરજસ્ત ફિલ્મો લખી. તેમાં જંજીર, દીવાલ, ક્રાન્તિ, સીતા અને ગીત, ડૉન જેવી ફિલ્મો સામેલ છે. તેના લખેલા ડાયલૉગ આજે પણ લોકોની જીભ પર છે.

આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

તે, સલમાન ખાન ફિલહાલ પોતાની આગામી ફિલ્મ 'દબંગ 3'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રભુ દેવા ડાયરેક્ટેડ આ ફિલ્મ 20 ડિસેમ્બરના સિલ્વર સ્ક્રીન પર આવશે. આ ફિલ્મમાં સલમાન સાથે સોનાક્ષી સિન્હા અને સાઇં માંજરેકર પણ દેખાવાની છે. આ સિવાય સલમાન પ્રભુદેવા સાથે 'રાધે' ફિલ્મ કરી રહ્યો છે. આમાં તેની સાથે રણદીપ હુડ્ડા પણ દેખાશે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થશે. સલમાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

Salman Khan salim khan bollywood bollywood news bollywood gossips