સલમાન ખાન પહેલા દિવસે થિયેટરમાં ‘જવાન’ જોવા જશે

07 September, 2023 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેલરને પહેલા દિવસે એટલે કે ૨૪ કલાકમાં સો મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા છે.

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે તે ‘જવાન’ને પહેલા જ દિવસે થિયેટરમાં જોવા માટે જશે. શાહરુખ ખાનની ‘જવાન’નો પ્રીવ્યુ હાલમાં રિલીઝ કરવામાં આવ્યો છે. તેને પહેલા દિવસે એટલે કે ૨૪ કલાકમાં સો મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા છે. આ પ્રીવ્યુને શૅર કરતાં સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘પઠાન જવાન બન ગયા. અદ્ભુત ટ્રેલર છે. મને ખૂબ જ ગમ્યું. આ એક એવી ફિલ્મ છે જેને આપણે બધાએ થિયેટરમાં જ જોવી જોઈએ. હું તો પહેલા જ દિવસે જોવા જવાનો છું. મઝા આ ગયા વાહ.’
સલમાનના ટ્વીટનો જવાબ આપતાં શાહરુખે ટ્વીટ કર્યું કે ‘પહલે ભાઈ, ઇસ લિએ આપકો હી દિખાયા. તારી શુભેચ્છા માટે અને પહેલી ટિકિટ બુક કરી દેવા માટે આભાર. તને ખૂબ જ પ્રેમ.’

Salman Khan Shah Rukh Khan entertainment news bollywood news bollywood gossips bollywood jawan