રાકેશ ઓમપ્રકાશ મહેરાની કર્ણમાં સલમાન ખાનની એન્ટ્રી?

25 June, 2026 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મહેરા પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘કર્ણ’ને લઈને ફરી એક વાર ચર્ચામાં છે

સલમાન ખાન

ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મહેરા પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘કર્ણ’ને લઈને ફરી એક વાર ચર્ચામાં છે. અગાઉ આ ફિલ્મ દ્વારા સાઉથનો સ્ટાર સૂર્યા બૉલીવુડમાં ડેબ્યુ કરવાનો હતો પણ બજેટ સંબંધિત સમસ્યાઓને કારણે ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં જ અટકી ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે રાકેશ ઓમપ્રકાશ મેહરા ફરી એક વાર ‘કર્ણ’ પર કામ શરૂ કરવાની તૈયારીમાં છે અને આ વપખતે ફિલ્મમાં સૂર્યાની જગ્યાએ સલમાન ખાન લીડ રોલમાં જોવા મળી શકે છે. 

મળતી માહિતી પ્રમાણે નિર્માતાઓ હવે આ પિરિયડ ડ્રામા સલમાન ખાન સાથે શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મનો નિર્માતા ફરહાન અખ્તર છે અને તે પોતાની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરશે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ખબર પડી છે કે આ પ્રોજેક્ટ માટે સલમાન અને ફરહાન સતત બેઠકો કરી રહ્યા છે અને એ બે ભાગમાં રિલીઝ થશે તેમ જ એનું શૂટિંગ આવતા વર્ષે ઉનાળામાં શરૂ થઈ શકે છે.

Salman Khan upcoming movie indian cinema bollywood buzz bollywood news entertainment news