22 April, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની ફાઇલ તસવીર
હાલમાં સલમાન ખાન પ્રોડ્યુસર દિલ રાજુની ફિલ્મમાં નયનતારા સાથે કામ કરી રહ્યો છે. થોડા સમય પહેલાં એવી માહિતી સામે આવી હતી કે આ ફિલ્મમાં સલમાન ખાન બે અલગ-અલગ લુકમાં દેખાશે. હવે સોશ્યલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ફિલ્મમાં સલમાન હીરો અને વિલન બન્નેનો રોલ ભજવતો જોવા મળશે અને આ રીતે ફિલ્મમાં એનો ડબલ રોલ હશે. માહિતી મુજબ સલમાન એક લુકમાં ક્લીન શેવમાં જોવા મળશે, જ્યારે વિલન તરીકે તે સંપૂર્ણપણે અલગ અને ખતરનાક અંદાજમાં દેખાશે.