સલમાન ખાન જોવા મળ્યો ચશ્માંવાળા નવા સ્માર્ટ લુકમાં

10 April, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવા લુકમાં સલમાન બ્લૅક શર્ટ અને રિપ્ડ જીન્સમાં જોવા મળ્યો હતો

સલમાન ખાનનો નવો લુક

સલમાન ખાન બુધવારે રાત્રે મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર ચશ્માંવાળા નવા સ્માર્ટ લુકમાં જોવા મળ્યો હતો. સલમાનનો આ નવો લુક તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે. આ નવા લુકમાં સલમાન બ્લૅક શર્ટ અને રિપ્ડ જીન્સમાં જોવા મળ્યો હતો. આ સમયે સલમાને શર્ટનાં બે બટન ખુલ્લાં રાખ્યાં હતાં અને ચશ્માં સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સમયે સલમાનનો મૂડ પણ બહુ સારો હતો અને ઍરપોર્ટ પર કારમાંથી ઊતરીને તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.

Salman Khan fashion entertainment news bollywood bollywood news