15 April, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન (ફાઈલ તસવીર)
સલમાન ખાનને (Salman Khan) જીવલેણ ધમકી મળ્યા બાદ તેણે સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની આ બે તસવીરો શૅર કરી છે. આની સાથે જ સલમાન ખાનની ફિટનેસ પર ઉઠતા સવાલ પર પણ તાળાં મૂકાયા છે.
સલમાન ખાન ફરીથી ફિટનેસ મોડમાં આવી ગયા છે. 59 વર્ષની ઉંમરે ઝાડ પર સરળતાથી ચડીને બધાને ઇમ્પ્રેસ કર્યા બાદ તેણે પોતાના તાજેતરના વર્કઆઉટ સેશનની કેટલીક ચોંકાવનારી તસવીરો પોતાના ચાહકો સાથે શૅર કરી છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે જિમમાં પરસેવો પાડતો અને પોતાના બાયસેપ્સને બતાવતો જોવા મળે છે.
ઇન્સ્પિરેશ માટે નેટિઝન્સનો આભાર માનતા તેણે પોસ્ટના કૅપ્શનમાં લખ્યું, "ઇન્સ્પિરેશન માટે આભાર". રણવીર સિંહે પોસ્ટ પર `હાર્ડ હાર્ડ` લખીને રિએક્ટ કર્યું. વરુમ ધવને કોમેન્ટ સેક્શનમાં અનેક ફાયર ઇમોજીસ શૅર કરી છે. `સ્કાય ફૉર્સ`ના એક્ટર વીર પહાડિયાએ પોસ્ટની નીચે એક ક્રાઉન ઇમોટિકૉન મૂક્યું છે.
11 એપ્રિલના સલમાન ખાને એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે જાંબુના ઝાડ પર ચડે છે અને તેની ડાળખીને ખંખેરે છે જેથી જાંબુ નીચે મૂકેલા કપડાં પર પડે. વીડિયોમાં સલમાન ખાન એકદમ ફિટ અને એક્ટિવ દેખાય છે, જેથી તેના શરીરનો શૅપ બગડી ગયો હોવાની તેમજ તેનું શરીર બગડી ગયું હોવાની ટીકાઓ બંધ થઈ ગઈ. જો કે, સલમાન ખાન માટે બધું બરાબર નથી કારણકે એક અધિકારીએ કહ્યું કે તેને મારી નાખવાની નવી ધમકી મળી છે.
રિપૉર્ટ્સ પ્રમાણે, ધમકીભર્યા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, `સુલ્તાન` અભિનેતાને ગેલેક્સી અપાર્ટમેન્ટમાં તેના ઘરે હુમલો કરીને અથવા તેની કારને બૉમ્બનો નિશાનો બનાવીને મારવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ધમકી એક વર્ષ પહેલા મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા લોકોના તેના બાન્દ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટ પર ગોળીઓ ચલાવ્યા બાદ મળી હતી.
અધિકારી પ્રમાણે, વરલી પોલીસે તાજેતરની ધમકી મામલે કેસ દાખલ કરી લીધો છે. તેમણે સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે.
બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જીવલેણ ધમકી મળી છે. એક અજાણ્યા શખ્સે વરલીમાં પરિવહન વિભાગના વૉટ્સએપ નંબર પર ભાઈજાનને ઘરમાં ઘુસીને જાનથી મારવાની અને કારને બૉમ્બથી ઉડાડવાની ધમકીભર્યો મેસેજ મોકલ્યો છે. પોલીસે તે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે અને તપાસમાં લાગી ગઈ છે.
ઘટના બાદ વરલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે એએનઆઈના હવાલે ઘટનાની માહિતી આપી દીધી છે. આગળની તપાસ ચાલુ છે.
પહેલા પણ અનેકવાર મળી ચૂકી છે ધમકી
છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાનને ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. જણાવવાનું કે 8 નવેમ્બર 2024ના પણ સલમાન ખાનને મુંબઈના ટ્રાફિક કન્ટ્રોલ રૂમ દ્વારા ધમકીભર્યો કૉલ કર્યો હતો. ત્યાર બાદ વરલી પોલીસે એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કહેવાતી રીતે ધમકીભર્યા મેસેજમાં એક ગીતનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સલમાન ખાન અને લૉરેન્સ બિશ્નોઈ બન્નેનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપવામાં આવી હતી કે ગીત લખનારને એક મહિનાની અંદર આના ગંભીર પરિણામ ભોગવવા પડશે.