ટપાલ મોકલવાની જૂની રીત દેખાડી સલમાન ખાને

22 July, 2019 10:01 AM IST  |  મુંબઈ

ટપાલ મોકલવાની જૂની રીત દેખાડી સલમાન ખાને

સલમાન ખાને પોસ્ટ કર્યો વીડિયો

સલમાન ખાને એક વિડિયો શૅર કરતાં પહેંલાના સમયમાં પોસ્ટ કેવી રીતે મોકલવામાં આવતી હતી એ દેખાડ્યું છે. સલમાન સોશ્યલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે. તે સમય-સમય પર સોશ્યલ મેસેજિસ આપતા વિવિધ વિડિયોઝ શૅર કરે છે તો ક્યારેક તે ફની વિડિયોઝ પણ શૅર કરે છે. ઇન્ટરનેટના આ યુગમાં ટપાલનું અસ્તિત્વ ઘટી ગયું છે. આજે ચિઠ્ઠી અને પત્રોનું સ્થાન સોશ્યલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મે લઈ લીધું છે. એવામાં સલમાને ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે પત્રને પોસ્ટબૉક્સમાં પોસ્ટ કરતો દેખાય છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે વીતેલા જમાનાની જેમ પોસ્ટ કરી રહ્યો છું.

મૅરેજ-હૉલ પર ફિલ્મ બનાવશે સલમાન

સલમાન ખાન હવે મૅરેજ-હૉલ પર ફિલ્મ પ્રોડ્યુસ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં દિલ્હીના બે ભાઈઓની સ્ટોરી દેખાડવામાં આવશે. તેમનો એક મૅરેજ-હૉલ છે. આ ફિલ્મને ૨૦૦૯માં આવેલી ‘શૅડો’ના ડિરેક્ટર રોહિત નય્યર ડિરેક્ટ કરશે. ફિલ્મની સ્ટોરી રાજ શાંડિલ્ય લખશે. ફિલ્મના કલાકારો વિશે હજી સુધી ચોક્કસ માહિતી નથી મળી. ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શરૂ કરવામાં આવશે. સલમાન હાલમાં ‘દબંગ 3’માં બિઝી છે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

Salman Khan bollywood entertaintment