સલમાન ખાને દબંગના ઍક્ટર દધી પાન્ડેનું હૉસ્પિટલનું બિલ ચૂકવ્યું

10 August, 2019 10:37 AM IST  |  મુંબઈ

સલમાન ખાને દબંગના ઍક્ટર દધી પાન્ડેનું હૉસ્પિટલનું બિલ ચૂકવ્યું

 ‘દબંગ’માં પિચકારી યાદવનું પોલીસનું પાત્ર ભજવનાર દધી પાન્ડેએ સલમાન ખાનનો આભાર માનતાં જણાવ્યું હતું કે તેને હાર્ટ અટૅક આવતાં તેની સારવારનો પૂરો ખર્ચ સલમાન ખાને ઉઠાવ્યો હતો. બે મહિના પહેલાં દધી પાન્ડેને હાર્ટ અટૅક આવતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાંથી તેને અન્ય હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેને થોડા દિવસ માટે ICUમાં રાખવામાં આવ્યો હતો. એ દરમ્યાન સલમાન ખાને તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. જોકે હવે દધીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે તે હજી સુધી સલમાનને નથી મળ્યો. જોકે તેની પ્રશંસા કરતા દધી પાન્ડેએ કહ્યું હતું કે ‘તે ખૂબ જ દયાળુ વ્યક્તિ છે. તેમની જેટલી પણ પ્રશંસા કરું એટલી ઓછી છે. તે મહાન હસ્તી છે.’ૉ

આ પણ વાંચોઃ પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

bollywood Salman Khan