હું ૫૯ વર્ષનો છું, મારી માત્ર ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ રહી છે

24 June, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને પોતાની ડેટિંગ-લાઇફ વિશે જણાવ્યું કે આ મામલે હું જૂના જમાનાનો છું

સલમાન ખાન

સલમાન ખાને લગ્ન નથી કર્યાં, પરંતુ તેની લવ-લાઇફ ઘણી ચર્ચાસ્પદ રહી છે. ૩૬ વર્ષની કરીઅરમાં ઘણી ફેમસ ઍક્ટ્રેસ સાથે નામ જોડાયું હોવા છતાં સલમાન ઇન્ડસ્ટ્રીના સૌથી હૅન્ડસમ બૅચલર્સમાંથી એક છે. સલમાનના ફૅન્સ તેને ઘણી વખત સવાલ કરે છે કે આટલી બધી હિરોઇનો સાથે ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી શૅર કરનાર આ સ્ટાર ૫૯ વર્ષની ઉંમરે પણ અપરિણીત કેમ છે?
હાલમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 3’માં જોવા મળેલા સલમાને પ્રેમ, સંબંધો અને આજના ઝડપથી આગળ વધી રહેલા ડેટિંગ-કલ્ચર વિશે વાતચીત તેમ જ પોતાની રિલેશનશિપ વિશે જણાવ્યું.

શોમાં કપિલે મજાકમાં કહ્યું કે ગર્લફ્રેન્ડની બાબતમાં સલમાન નસીબદાર રહ્યા છે, પરંતુ સલમાને તરત જ અસહમતી દર્શાવી અને એવો જવાબ આપ્યો કે દર્શકો હસી પડ્યા. સલમાને કહ્યું કે ‘આ સાચું નથી, જો તમે મારી ઍવરેજ જુઓ તો એ ખૂબ ખરાબ છે. હું ૫૯ વર્ષનો છું, પરંતુ મારી માત્ર ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ રહી છે. એથી જો તમે આના પર વિચાર કરો તો એ સંબંધો લગભગ ૭-૮ અને ક્યારેક ૧૨ વર્ષ સુધી ચાલ્યા છે. આ ઉંમરનાં છોકરા-છોકરીઓની સરખામણીમાં આ ખૂબ ખરાબ ઍવરેજ છે. તમે જાણો છો કે અત્યારે તો તેઓ એક સંબંધથી બીજા સંબંધમાં કેવી રીતે કૂદતાં રહે છે. એથી તેમની સરખામણીમાં હું જૂના જમાનાનો છું.’

Salman Khan The Great Indian Kapil Show bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news