સલમાન ખાન દબંગ 3ની શૂટિંગને છોડી આ એક્ટ્રેસ પાસે રાખડી બંધાવવા પહોંચ્યો

16 August, 2019 07:19 PM IST  | 

સલમાન ખાન દબંગ 3ની શૂટિંગને છોડી આ એક્ટ્રેસ પાસે રાખડી બંધાવવા પહોંચ્યો

સલમાન ખાન અભિનેત્રી થી રાજકારણી બનેલી બીના કાક સાથે રક્ષાબંધન મનાવવા માટે પહોંચ્યો હતો. સુપર સ્ટાર સલમાન ખાન શૂટિંગના વ્યસ્ત સિડ્યૂલ વચ્ચે પણ બહેન પાસે રાખડી બંધાવવા પહોંચી ગયો હતો. સલમાન ખાને ગુરુવાર રાત્રે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યા હતા જેમાં બીના કાક સલમાન ખાનને રાખડી બાંધતી જોવા મળી રહ્યાં છે. સલમાન ખાન હાલ જયપુરમાં છે અને દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે.

એક તસવીરમાં બીના તેના 2 બાળકો સાથે સલમાન ખાન દેખાઈ રહ્યા છે. ફોટો શૅર કરતા બીના કાકે કેપ્શન આપ્યું હતું કે, જયપુરના ઘરમાં રાખીનું સેલિબ્રેશન. ઘરમાં મારા પુત્ર જેવા ભાઈને લઈને ખુબ ખુશ છું, શૂટિંગ દબંગ. બીનાએ સલમાન ખાન સાથે 2-3 ફોટો શૅર કર્યા હતા. બીનાએ કહ્યું હતું કે, સલમાન ખાન તેની સાથે ઘણો બધો પ્રેમ અને સકારાત્મકતા લઈને આવી રહ્યાં છે. બીનાએ ફિલ્મમેકર્સ, કોરિયોગ્રાફર અને અભિનતા પ્રભુ દેવાની સાથેની એક તસવીર શૅર કરી હતી જેમાં બીના તેના પુત્રો સાથે કેમેરા સામે જોઈને હસી રહ્યાં છે, બીના કાક અને સલમાન ખાન મેને પ્યાર ક્યો કિયા? અને ગોડ તુસ્સી ગ્રેટ હો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલ દબંગ 3ની શૂટિંગ કરી રહ્યો છે. દબંગ અને દબંગ 2ની સફળતા પછી સલમાન ખાન ફરી એકવાર દર્શકોને રોમાંચનો અનુભવ કરાવવા માટે દબંગ 3 લઈને આવી રહ્યાં છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે અન્ય સ્ટાર્સની ટીમ જોવા મળશે. દબંગની જૂની ટીમ સાથે નવા સ્ટાર્સની પણ ફિલ્મમાં એન્ટ્રી થઈ છે.

Salman Khan dabangg 3 gujarati mid-day