✕

ખલનાયક રિટર્ન્સમાં સંજય દત્તની સાથે જોવા મળશે સલમાન ખાન?

31 October, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે સીક્વલમાં સલમાનને ધ્યાનમાં રાખીને એક પોલીસ-અધિકારીનું પાત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ નેકદિલ પોલીસ-અધિકારી સંજયના પાત્રને મદદ કરશે. જોકે અત્યારે કલાકારોની પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી નથી, કારણ કે સ્ક્રિપ્ટ પર કામ ચાલી.

સલમાન ખાન અને સંજય દત્ત

સંજય દત્તના હાથમાં અત્યારે અનેક પ્રોજેક્ટ્સ છે. આ પ્રોજેક્ટ્સમાંની એક ફિલ્મ તેની સુપરહિટ ‘ખલનાયક’ની સીક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ છે, જેની જાહેરાત થોડા સમય પહેલાં જ કરવામાં આવી હતી. ફિલ્મ માટે યોગ્ય ડિરેક્ટરની શોધ પણ ચાલી રહી હતી. આ સાથે જ યોગ્ય કલાકારોની પસંદગીની પ્રક્રિયા પણ ચાલુ છે. હવે એવી ચર્ચા છે કે સલમાન ખાન પણ આ ફિલ્મનો હિસ્સો બની શકે છે.

હાલમાં મળેલી માહિતી પ્રમાણે ‘ખલનાયક’નું ડિરેક્શન કરનાર અને આ બીજા ભાગમાં ક્રીએટિવ કન્સલ્ટન્ટની જવાબદારી સંભાળનાર સુભાષ ઘઈએ લેખકોની ટીમ સાથે મળીને એક યોજના બનાવી છે. રિપોર્ટ પ્રમાણે સીક્વલમાં સલમાનને ધ્યાનમાં રાખીને એક પોલીસ-અધિકારીનું પાત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ નેકદિલ પોલીસ-અધિકારી સંજયના પાત્રને મદદ કરશે. જોકે અત્યારે કલાકારોની પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી નથી, કારણ કે સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. જો સલમાન આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થાય છે તો સુભાષ ઘઈ સાથે તેનો આ બીજો પ્રોજેક્ટ હશે. આ પહેલાં બન્નેએ ‘યુવરાજ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

Salman Khan sanjay dutt upcoming movie khalnayak subhash ghai entertainment news bollywood news bollywood gossips bollywood bollywood buzz