No Entry2: સલમાન ખાને અનિલ કપૂરને કારણે ફિલ્મના શૂટિંગ માટે પાડી ના..

21 September, 2019 02:27 PM IST  |  મુંબઈ ડેસ્ક

No Entry2: સલમાન ખાને અનિલ કપૂરને કારણે ફિલ્મના શૂટિંગ માટે પાડી ના..

સલમાન ખાન, અનિલ કપૂર

બોલીવુડના ભાઇજાન સલમાન ખાન ટૂંક સમયમાં જ પોતાના ચાહકો માટે દબંગ 3 લઇને આવી રહ્યા છે. આ ફિલ્મ સિવાય પણ સલમાન ખાન ઇદના અવસરે પોતાની ફિલ્મ 'કિક'ની સિક્વલ પણ લઇને આવે છે. આ બધી સિક્વલ જોતાં દરેક આ વાતની રાહ જોઈ રહ્યા છે કે સલમાન ક્યારે 2005માં આવેલી ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલનું શૂટિંગ કરશે, પણ હવે લાગે છે કે ચાહકોને વધુ રાહ જોવી પડશે કારણકે સલમાને શૂટ કરવાની ના પાડી દીધી છે.

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અનિલ કપૂર પણ દેખાવાનો છે, પણ બન્ને પોતાની બીજી કમિટમેન્ટને કારણે વ્યસ્ત છે. એકસાથે ડેટ્સ ન મળવાને કારણે સલમાને અનિલ કપૂર વગર નો એન્ટ્રીની શૂટિંગ શરૂ કરવાની ના પાડી દીધી છે.

નો એન્ટ્રીનું શૂટિંગ અટકી ગયા પછી હવે સલમાને 2014માં આવેલી પોતાની ફિલ્મ કિકની સીક્વલની તૈયારી કરી દીધી છે. પહેલાની જેમ આ ફિલ્મમાં પણ સલમાન સાથે જેકલીન ફર્નાન્ડિસની જોડી જોવા મળશે. આ પહેલા સલમાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઇન્શાઅલ્લાહ માટે પણ ના પાડી ચૂક્યો છે, જેના કારણે ફિલ્મ પાછી ઠેલાઇ છે. ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં સલમાન અને આલિયાની જોડી પહેલી વાર સાથે દેખાવાની હતી.

જણાવીએ કે 2005માં રિલીઝ થયેલી ફિલ્મ નો એન્ટ્રીએ તાજેતરમાં જ પોતાના 14 વર્ષ પૂરા કરી લીધાં છે. આ અવસરે પ્રૉડ્યૂસર બોની કપૂરે માહિતી આપતાં લખ્યું હતું કે, "2005ની સૌથી મોટી હિટ ફિલ્મ નો એન્ટ્રીએ પોતાના 14 વર્ષ પૂરા કરી લીધા છે, ટૂંક સમયમાં જ આપણે વધું શૈતાન, અને મનોરંજક નો એન્ટ્રી જોશું."

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

નો એન્ટ્રી 2 પહેલા સલમાન ખાન ટૂંક સમયમાં જ દબંગ3 અને કિક 2માં દેખાશે. ફિલ્મ દબંગ 3 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

Salman Khan anil kapoor no entry bollywood bollywood events bollywood gossips bollywood news