Video: દીકરા સલમાન ખાન સાથે ડાન્સ કર્યા પછી સલમા ખાને કહ્યું બંધ કરો આ

22 July, 2019 05:02 PM IST  |  મુંબઈ ડેસ્ક

Video: દીકરા સલમાન ખાન સાથે ડાન્સ કર્યા પછી સલમા ખાને કહ્યું બંધ કરો આ

સલમાન ખાન (ફાઇલ ફોટો)

હાલમાં સલમાન ખાન એકા એક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તે સતત જુદા જુદા પ્રકારના વીડિયોઝ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતો હોય છે. આજે તેણે પોતાની માતા સલમા ખાન સાથે ડાન્સનો વીડિયો શેર કર્યો છે.

બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયો છે. સલમાન ખાન લગભગ રોજ જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ચાહકો માટે કંઇક ને કંઇક શેર કરતો હોય છે. ફરી એક વાર સલમાન ખાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની માતા સલમા સાથે ઘરે ખાસ ક્ષણો માણતો જોવા મળે છે.

વીડિયોમાં સલમાન ખાન પોતાની માતા સાથે ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરતો જોવા મળે છે. તેની માતા પણ દીકરા સલમાન ખાન સાથે ડાન્સ કરતાં ખૂબ જ ખુશ દેખાય છે. મા-દીકરાના આ ડાન્સને ઘરના કેટલાય લોકો કેમેરામાં કેદ કરતાં દેખાય છે. વીડિયોના અંતમાં સલમા ખાન કહે છે કે બંધ કરો. સલમાને પણ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, "મા કહે છે કે બંધ કરો આ નાચવું ગાવું."

જણાવીએ કે સલમાન ખાન હાલમાં રોજ જ સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કરે છે. ગઇ કાલે સલમાને જુના જમાનાની જેમ પત્ર મોકલતો વીડિયો શેર કર્યો હતો, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આ સિવાય સલમાને તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ભાણેજ અહિલ સાથે રમતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

ફિલ્મ ભારતની સફળતા પછી સલમાન ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે. હાલ તે પોતાની આગામી ફિલ્મ 'દબંગ 3'ની શૂટિંગમાં વ્યસ્ત છે. 'દબંગ 3'ની શૂટિંગ ઘણા જોરશોરમાં ચાલી રહી છે. ફિલ્મની 60 ટકાથી વધુ શૂટિંગ પૂરું થઈ ગયું છે. 'દબંગ 3' સિવાય સલમાન ખાન ફિલ્મ ઇન્શાઅલ્લાહની શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

Salman Khan salman khan controversies bollywood bollywood news bollywood gossips bollywood events