ફિટનેસની વાત હોય ત્યારે સલમાનભાઈ આખા દેશને પ્રેરિત કરે છે: આયુષ શર્મા

20 November, 2019 11:42 AM IST  |  Mumbai

ફિટનેસની વાત હોય ત્યારે સલમાનભાઈ આખા દેશને પ્રેરિત કરે છે: આયુષ શર્મા

આયુષ શર્મા પત્ની અને સાસુ-સસરા સાથે..

આયુષ શર્માનું માનવું છે કે સલમાન ભાઈએ ફિટ્નેસની બાબતમાં પૂરા દેશનાં લોકોને ખૂબ પ્રેરિત કર્યા છે. આવતા વર્ષે રિલીઝ થનારી આયુષની આગામી ફિલ્મ ‘ક્વાથા’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એક કાર્યક્રમમાં આયુષે કહ્યું હતું કે ‘વાત જ્યારે પણ ફિટ્નેસ અને હેલ્થની આવે છે ત્યારે માત્ર હું જ નહીં પરંતુ પૂરા દેશનાં લોકો સલમાન ભાઈથી પ્રેરિત થયા છે. આજે જેટલા પણ ફિટ્નેસમાં માનનારા લોકો એકઠા થયા છે. તે બધા જ ભાઈથી પ્રેરિત થયા છે અને તેમાં હું પણ સામેલ છું.’

સાસુ-સસરાની પંચાવનમી અને પોતાની પાંચમી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરતો આયુષ શર્મા

આયુષ શર્મા અને અર્પિતા શર્માએ તેમની પાંચમી મૅરેજ-ઍનિવર્સરી સલીમ ખાન અને સલમા ખાનની પંચાવનમી મૅરેજ-ઍનિવર્સરી સાથે સેલિબ્રેટ કરી હતી. તેમનાં આ સેલિબ્રેશનમાં સામેલ થવા માટે ખાન ફૅમિલી અને નજીકનાં ફ્રેન્ડ્સ હાજર રહ્યા હતાં. અર્પિતા અને દીકરા આહિલ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષ શર્માએ કૅપ્શન આપી હતી કે ‘અમારી વચ્ચેનો પ્રેમ જ છે જેણે અમને પરસ્પર જોડી રાખ્યા છે. પાંચ વર્ષનો સમય પ્રેમ, હસી, પ્રવાસ, કાળજી અને કેટલાક ઉતાર-ચડાવની સાથે પસાર થયો છે. આ બધામાં સૌથી સારી બાબત એ છે કે અર્પિતા તુ હંમેશાં મારી પડખે ઊભી રહી છે. હૅપી ઍનિવર્સરી બેબી.’
સલીમ ખાન, સલમા ખાન અને અર્પિતા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષ શર્માએ કૅપ્શન આપી હતી કે લગ્નનાં પંચાવન અને પાંચ વર્ષ.

aayush sharma salim khan