26 August, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને તેના બૉડી-ડબલ પરવેઝ કાઝી
સલમાન ખાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે જાણીતો છે. હાલમાં તેણે તેની સાથે લાંબા સમયથી કામ કરતા બૉડી-ડબલ પરવેઝ કાઝીની મદદ કરીને તેને મજબૂત ટેકો આપ્યો છે. પરવેઝને તાજેતરમાં માઇનર હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી અને આ મુશ્કેલ સમયમાં સલમાને તેની દરેક રીતે સહાય કરી હતી.
ફિલ્મોમાં જોખમી ઍક્શન સીન કે ઊંચાઈ પરથી કૂદવાનાં દૃશ્યો વખતે બૉડી-ડબલ ઍક્ટર્સ માટે ઢાલ બની જાય છે. પરવેઝ કાઝીએ આવા અનેક સ્ટન્ટ-સીનમાં સલમાનના બૉડી-ડબલ બનીને કામ કર્યું છે. રિપોર્ટ મુજબ પરવેઝ કાઝી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો અને આ મહિનાની શરૂઆતમાં તેણે માઇનર હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી. આ સમયે સલમાને માત્ર તેના સારવારના ખર્ચની જ નહીં, સમગ્ર મેડિકલ વ્યવસ્થાની પણ વ્યક્તિગત રીતે કાળજી લીધી હતી.