23 July, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને તેના ગૅલેક્સી એપાર્ટમેન્ટની બહાર ઇન્સ્ટોલ કરેલો બુલેટ પ્રૂફ ગ્લાસ (તસવીર: મિડ-ડે)
બૉલિવુડના ભાઈજાન સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ કારણોસર, તેની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે. તે બહાર નીકળે તે દરમિયાન સુરક્ષા ગાર્ડથી ઘેરાયેલો રહેવાની સાથે તેના ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ પણ લગાવવામાં આવ્યા છે. હવે સલમાને આ કરવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે. સલમાનના ઘરની બહાર ગોળીબાર થયા બાદ એવી અફવાઓ હતી, તેણે અનેક વખત મળતી ધમકીઓને કારણે આ કાચ લગાવ્યો છે.
દર વર્ષની જેમ, સલમાન ઈદના પ્રસંગે તેના પરિવાર સાથે બાલ્કનીમાં આવ્યો અને ચાહકોને શુભેચ્છા પાઠવી. ફરક માત્ર એટલો હતો કે આ વખતે તેણે બુલેટપ્રૂફ કાચની પાછળ જ ઊભા રહીને જ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું, આ જોઈને બધા ચોંકી ગયા. જ્યારે પૂછવામાં આવ્યું કે આ પગલું કેમ લેવામાં આવ્યું, ત્યારે એક વાતચીતમાં સલમાને કહ્યું કે "આ કોઈ ડરને કારણે નથી. પહેલા ઘણી વખત કેટલાક ચાહકો બાલ્કનીમાં ચઢીને અહીં સૂતા હતા, તેથી તે જગ્યાને ઢાંકવી પડતી હતી અને બીજું કોઈ કારણ નથી."
સલમાનના ઘરની બહાર હજારોની સંખ્યામાં ચાહકો ભેગા થાય છે. દરેક વ્યક્તિ તેની એક ઝલક માટે કલાકો સુધી ઊભા રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે સલમાન બાલ્કનીમાં આવે છે અને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવે છે. પરંતુ આ વર્ષે ઈદી સલમાન તરફથી અલગ રીતે મળી. મુંબઈમાં તેના ઘર ગૅલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારની ઘટના બની. આ પછી, તેના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી. ત્યાં બુલેટ પ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા. આ કારણે, સલમાને કાચ પાછળથી બધા ચાહકોનું સ્વાગત કર્યું અને તેમને શુભેછાઓ આપી.
સલમાન હાલમાં કઈ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે?
હાલમાં, સલમાન તેની નવી ફિલ્મ `બેટલ ઑફ ગલવાન`ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2020ના ગલવાન ખીણ સંઘર્ષ પર આધારિત છે, જેમાં કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુ શહીદ થયા હતા. સલમાન આ ફિલ્મમાં આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મની તૈયારી વિશે વાત કરતા, સલમાને કહ્યું કે તે તેની નવી ફિલ્મ `બેટલ ઑફ ગલવાન`ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉંમરે ઍક્શન સીન્સ માટે તાલીમ લેવી ખૂબ મુશ્કેલ બની રહી છે. દર વર્ષે ફિઝિકલી રીતે તે વધુ મુશ્કેલ બને છે."
સલમાન આ ભૂમિકા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તે ફક્ત યુનિફોર્મનું વજન જ ઉપાડી રહ્યો નથી, પરંતુ વાસ્તવિક પડકાર લેહની ઊંચાઈએ શૂટિંગ કરવાનો, મુશ્કેલ સ્થળોએ કામ કરવાનો અને રાષ્ટ્રીય નાયકના પાત્રને ન્યાય આપવાનો છે. ફિલ્મની આખી ટીમ તેના પર જોરશોરથી કામ કરી રહી છે અને આ ફિલ્મ 2026 માં રિલીઝ થવાની અપેક્ષા છે.