લાર્જર ધૅન લાઇફ ઍક્શન સ્ટાર બનવાનું મને ગમે છે : સલમાન ખાન

04 October, 2023 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાને ટાઇગર કા મેસેજ ગયા અઠવાડિયે રિલીઝ કર્યો હતો. યશરાજ ફિલ્મ્સ દ્વારા અવિનાશ સિંહ રાઠોડ એટલે કે ટાઇગરનો મેસેજ રિલીઝ કરવામાં આવ્યો હતો.

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે લાર્જર-ધૅન-લાઇફ ઍક્શન સ્ટાર બનવાનું તેને ગમે છે. સલમાને બૉલીવુડમાં ૩૫ વર્ષ પૂરાં કર્યાં છે. તેની ‘ટાઇગર 3’ હવે આવી રહી છે. આ વિશે વાત કરતાં સલમાને કહ્યું કે ‘મારા ડેબ્યુથી દર્શકોએ મને ખૂબ પ્રેમ કર્યો છે અને સોશ્યલ મીડિયા પર તેમણે મને એ એહસાસ કરાવ્યો છે કે મેં સિનેમામાં ૩૫ વર્ષ પૂરાં કર્યાં છે. મારા માટે આ ખૂબ સ્પેશ્યલ મૂવમેન્ટ છે. મને પ્રેમ, ખુશી અને મેં જે રીતે વિચાર્યું હોય એ રીતે ફિલ્મ નહોતી સફળ રહી હોય ત્યારે જે દુઃખ થયું છે એ દરેક વાત મને યાદ આવી રહી છે. જોકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી જર્નીની દરેક મિનિટ મને ખૂબ જ પસંદ પડી છે. મને ખુશી છે કે હું આ મારો પર્સનલ માઇલસ્ટોન મારી ‘ટાઇગર 3’ની રિલીઝ સાથે સેલિબ્રેટ કરીશ. મને ખબર છે કે મારા ફૅન્સ મને ઍક્શન કરતા જોવા માગે છે. હું આશા રાખી રહ્યો છું કે તેઓ જેની રાહ જોઈ રહ્યા છે એ માટે ‘ટાઇગર 3’ તેમને માટે એકદમ પર્ફેક્ટ ગિફ્ટ બની રહે.’

સલમાને ટાઇગર કા મેસેજ ગયા અઠવાડિયે રિલીઝ કર્યો હતો. યશરાજ ફિલ્મ્સ દ્વારા અવિનાશ સિંહ રાઠોડ એટલે કે ટાઇગરનો મેસેજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ  લાર્જર ધૅન લાઇફ કૅરૅક્ટર છે. આ વિશે વાત કરતાં સલમાને કહ્યું કે ‘મને ઍક્શન જોનર ખૂબ જ પસંદ છે. મને લાર્જર ધૅન લાઇફ ઍક્શન સ્ટાર બનવું પસંદ છે. એમાં ખૂબ મજા આવે છે. મને ખૂબ ધમાકેદાર ઍક્શન કરવી ગમે છે અને ‘ટાઇગર 3’થી ધમાકેદાર કોઈ ફિલ્મ નહીં હોઈ શકે. આ ફિલ્મની સ્ટોરી મને ખૂબ પસંદ પડી હતી. મને ખબર છે કે અમે આ ફિલ્મ દર્શકોને સરપ્રાઇઝ કરીશું.’

Salman Khan bollywood news bollywood gossips bollywood entertainment news