30 August, 2026 12:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાને રક્ષાબંધનની ઉજવણી પછી હોંશેહોંશે ફોટોગ્રાફર્સને બતાવ્યો રાખડી બાંધેલો હાથ
સલમાન ખાને લાઇમલાઇટથી દૂર રહીને પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સેલિબ્રેશન પછી તે બહેન અલ્વિરા અગ્નિહોત્રીના ઘરેથી પોતાની બહેનો અર્પિતા ખાન અને અલ્વિરા સાથે બહાર નીકળતો જોવા મળ્યો હતો. કપાળ પર તિલક અને હાથમાં રાખડી પહેરેલી તેની આ ઝલક ફૅન્સ માટે કંઈક અલગ હતી. આ સમયે સલમાન એકદમ રિલૅક્સ્ડ મૂડમાં જોવા મળ્યો હતો અને સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં સલમાન ફોટોગ્રાફર્સ સામે રાખડીઓ ફ્લૉન્ટ કરતો જોવા મળી રહ્યો હતો. આ સેલિબ્રેશન વખતે સલમાને મરૂન રંગનું ટી-શર્ટ, બ્લુ જીન્સ અને સ્ટાઇલિશ કાઉબૉય હૅટ પહેરી હતી અને તેની આ સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.