મિકા સિંહને મળી પાકિસ્તાનમાં ગાવાની સજા,સલમાન ખાન નહીં કરે સાથે પરફૉર્મ

26 August, 2019 02:18 PM IST  |  મુંબઈ

મિકા સિંહને મળી પાકિસ્તાનમાં ગાવાની સજા,સલમાન ખાન નહીં કરે સાથે પરફૉર્મ

મિકા સિંહને મળી પાકિસ્તાનમાં ગાવાની સજા

પાકિસ્તાનમાં પરફૉર્મ કરવું સિંગર મિકા સિંહને ભારે પડી ગયું છે. પહેલા FWICEએ તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે બાદ તેમણે માફી માંગવી પડી, પરંતુ હજી પણ તેમની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. મિકા સિંહ ભલે માફી માંગી ચુક્યા છે પરંતુ હવે તેમની સાથે કોઈ કલાકાર કામ કરવા માટે તૈયાન નથી. સલમાન ખાને પણ મિકા સિંહથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

વાત એવી છે કે, સલમાન ખાન અમેરિકામાં એક ઈવેન્ટ કરી રહ્યા છે, જેની માટે કહેવામાં આવતું હતું કે મિકા સિંહ પણ તેમની સાથે પરફૉર્મ કરશે. જો કે, હવે અહેવાલો આવી રહ્યા છે કે આ ઈવેન્ટમાંથી મિકાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ડેક્કન ક્રૉનિકલે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સમાને આ ઈવેન્ટમાં મિકા સિંહ સાથે પરફૉર્મ ન કરવાનો નિર્ણય લીધો છે. મિકા સિંહ સલમાન માટે અનેક ગીતો ગાઈ ચુક્યા છે.

પહેલા પણ સલમાન ખાન એક ઈવેન્ટ કરતી કંપનીએ કહ્યું હતું કે મિકા સિંહને બોલાવવામાં આવ્યા છે, પરંતુ સલમાન તેમની સાથે પરફૉર્મ નહીં કરે. અંગ્રેજી અખબારના એક રિપોર્ટ અનુસાર, સલમાનના નજીકના લોકોનું કહેવું છે કે, 'આજના સમયમાં તમે પૉલિટિકલી કરેક્ટ થયા વગર કોઈ સ્ટાર કે સેલિબ્રિટીન બની શકો.' મિકાએ ભલે પાકિસ્તાનમાં પરફૉર્મ કરવા બદલ માફી માંગી છે, પરંતુ તેઓ અંદરથી એવા જ છે. કારણ કે તેમણે પાકિસ્તાનમાં જઈને પરફોર્મ કર્યું અને દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી.

જ્યારે મિકા સિંહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, જે પણ મિકા સાથે કામ કરશે તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. જે બાદ મિકાના પક્ષમાં અનેક લોકો પણ સામે આવ્યા હતા.

આ પણ જુઓઃ આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

મિકાએ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જનરલ પરવેઝ મુશરફના સંબંધીના લગ્નમાં ગીત ગાયું હતું. આ ગીતને કારણે ફેડરેશન ઑફ વેર્સ્ટન ઇન્ડિયા સિને એમ્પ્લોયીસ અને ઓલ ઇન્ડિયા સિને વર્કસ અસોસિએશન દ્વારા તેને બૅન કરવામાં આવ્યો હતો. આ વિશે મિકાએ કહ્યું હતું કે ‘મેં આ કમિટમેન્ટ ઘણાં સમય પહેલાં કર્યું હતું. ‘આર્ટિકલ ૩૭૦’ને હાલમાં જ હટાવવામાં આવ્યો હોવાથી સમય ખોટો હતો. મેં ફેડરેશનમાં ફોન કરીને કહ્યું હતું કે એ મારી ભુલ હતી અને હું ફરી એ નહીં કરું. મેં માફી માગી લીધી છે. મને વિઝા મળી ગયા હોવાથી હું પાકિસ્તાન ગયો હતો. જો તમને વિઝા મળે તો તમે પણ ત્યાં જાઓ.’

mika singh Salman Khan