પૂજા હેગડેના ભાઈનાં લગ્નમાં હાજર રહ્યો સલમાન ખાન

04 February, 2023 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા હેગડેના ભાઈ રિષભ હેગડેનાં લગ્નમાં સલમાન ખાન હાજર રહ્યો હતો.

પૂજા હેગડેના ભાઈનાં લગ્નમાં હાજર રહ્યો સલમાન ખાન

પૂજા હેગડેના ભાઈ રિષભ હેગડેનાં લગ્નમાં સલમાન ખાન હાજર રહ્યો હતો. પૂજાની ફૅમિલી સાથેનો સલમાનનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેમના ફોટોને જોઈને બન્નેના ફૅન્સ ક્રેઝી બની ગયા છે. સલમાન બ્લૅક આઉટફિટમાં દેખાયો હતો તો પૂજા ટ્રેડિશનલ લુકમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. પૂજા અને સલમાન ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. એવું જાણવા મળ્યું છે કે સલમાને તેની આગામી બે ફિલ્મો માટે પણ પૂજાને સાઇન કરી છે. જોકે એના વિશે હજી સુધી નક્કર માહિતી નથી મળી. 

bollywood news Salman Khan pooja hegde