Salman ઇદ પર રાધે બનીને આવી રહ્યો છે, કહ્યું "નાતાલ અને ઇદ સાથે ઉજવશું"

18 October, 2019 08:22 PM IST  |  મુંબઈ ડેસ્ક

Salman ઇદ પર રાધે બનીને આવી રહ્યો છે, કહ્યું "નાતાલ અને ઇદ સાથે ઉજવશું"

આખરે લાંબા સમયના સસ્પેન્સ અને રાહ જોયા પછી સલમાન ખાને જાહેર કરી દીધું છે કે તે પોતાના ચાહકો સાથે ક્રિસમસ પણ ઉજવશે અને ઇદ પણ. અર્થ સ્પષ્ટ છે કે 2019ના ક્રિસમસ પર 'દબંગ 3' પછી સલમાન 2020ની ઇદ પર પોતાની ફિલ્મ 'રાધે' લઇને આવી રહ્યો છે, જે પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. હાલ બન્ને ફિલ્મોનું એલાન સલમાને એક વીડિયો દ્વારા શૅર કરી છે, જેમાં બન્ને ફિલ્મોના પોસ્ટર્સ બતાવવામાં આવ્યા છે.

સલમાને વીડિયો શૅર કરીને લખ્યું છે, "તમે જ પૂછ્યું હતું કે દબંગ 3 પછી શું? ક્યારે અને શું? તો આ લો જવાબ." આની સાથે હેશટેગમાં લખ્યું છે- ઇદ રાધે કી. લગભગ 1 મિનિટના મોશન ગ્રાફિક્સ વીડિયોમાં સલમાન ખાન પહેલા દબંગના ચુલબુલ પાંડેની ઝલક બતાવે છે અને કહે છે કે 20 ડિસેમ્બરે ક્રિસમસ પર આવું છું. તેના પછી 2020ની ઈદ માટે એલાન કરે છે કે તે રાધે લઈને આવી રહ્યો છે. આમાં સલમાન વૉન્ટેડના પાત્રના અંદાજમાં જોવા મળે છે. આની સાથે જ 'રાધે'નો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કર્યો છે, જેના પર ટેગ લાઇન લખી છે- Your Most Wanted Bhai.....

2008માં આવેલી વૉન્ટેડમાં સલમાને પોલીસ ઑફિસરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ સાથે પ્રભુદેવાએ હિંદી સિનેમામાં ડાયરેક્ટર તરીકે એન્ટ્રી લીધી હતી. વૉન્ટેડ 2008માં ઇદના અવસરે આવી હતી અને ઘણી સફળ ફિલ્મ હતી. હકીકતે આ ફિલ્મ પછી સલમાન અને ઇદનો સંબંધ જોડાયો. ત્યારથી સતત સલમાન ઇદ પર પોતાની ફિલ્મો લઇને આવે ચે અને સફળતાની નવી ઊંચાઇઓ સર કરે છે. આ વર્ષે રિલીઝ થયેલી ભારતે 200 કરોડનો આંકડો પાર કર્યો હતો.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

સલમાનના આ એલાન પછી હવે 2020ની ઇદ પર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ સાથે ટક્કર નક્કી છે. સલમાનની પહેલા ઇન્શાઅલ્લાહ ઇદ પર રિલીઝ થવાની હતી, પણ તે ફિલ્મ હાલ અટકાવી દેવામાં આવી જેના પછી અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ઇદ પર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી. આ પહેલી વાર હશે જ્યારે ઇદ પર સલમાન સામે બીજી કોઇ સુપરસ્ટારની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

Salman Khan dabangg 3 bollywood bollywood gossips bollywood events bollywood news