ટાઇગર 3નું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે સલમાન અને કૅટરિના?

23 December, 2020 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇગર 3નું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે સલમાન અને કૅટરિના?

સલમાન અને કૅટરિના

સલમાન ખાન અને કૅટરિના કૈફ ‘ટાઇગર 3’નું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે એવી ચર્ચા છે. કૅટરિના હાલમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘ફોન ભૂત’નું શૂટિંગ કરી રહી છે. સલમાન ખાન હાલમાં તેના બનેવી આયુષ શર્મા સાથે ‘અંતિમ’નું શૂટિંગ કરી રહ્યો છે. જોકે તેઓ બહુ જલદી ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. અલી અબ્બાસ ઝફર જૂન અથવા તો જુલાઈમાં કૅટરિના સાથે સુપરવુમન ફિલ્મ બનાવવાનો પ્લાન કરી રહ્યો છે. જોકે આ પહેલાં કૅટરિના ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરી રહી હોવાની ચર્ચા છે. એનું પહેલું શેડ્યુલ મુંબઈમાં કરવામાં આવશે. ત્યાર બાદ બીજું શેડ્યુલ મિડલ ઈસ્ટ અને ત્રીજું અને અંતિમ શેડ્યુલ ફરી મુંબઈમાં કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને મિડલ ઈસ્ટના દેશમાં શૂટિંગ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ‘એક થા ટાઇગર’ને કબીર ખાન, ‘ટાઇગર ઝિંદા હૈ’ને અલી અબ્બાસ ઝફર અને ‘ટાઇગર 3’ને મનીષ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘ટાઇગર 3’ રાખવામાં આવ્યું છે અને ફાઇનલ પણ એ જ હોય એવા ચાન્સ વધુ છે. કૅટરિના પણ આ ફિલ્મના કૉસ્ચ્યુમ પર કામ કરી રહી હોવાની ચર્ચા છે.

entertainment news bollywood bollywood news Salman Khan katrina kaif