સલમાન ખાન-અક્ષય કુમારના ચાહકો માટે ખાસ સમાચાર, 13 વર્ષ પછી દેખાશે સાથે

28 December, 2019 04:48 PM IST  |  Mumbai Desk

સલમાન ખાન-અક્ષય કુમારના ચાહકો માટે ખાસ સમાચાર, 13 વર્ષ પછી દેખાશે સાથે

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને કાલે જ પોતાનો 54મો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો છે. સોશિયલ મીડિયા પર બોલીવુડ સ્ટાર્સ સિવાય તેના ચાહકોએ પણ તેને જન્મદિવસની વધામણી આપી હતી. જન્મદિવસ સિવાય સલમાન પોતાની તાજેતરની રિલીઝ ફિલ્મ 'દબંગ 3'ને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છે. તો હવે સલમાન ખાન અને ઇન્ડસ્ટ્રીના ખેલાડી એટલે કે અક્ષય કુમારને લઈને વધુ એક મોટા સમાચાર આવ્યા છે. આ સમાચાર સાંભળીને સલમાન અને અક્ષયના ચાહકો ખૂબ જ ખુશ થઈ જશે.

હાલ સલમાન ખાન જ્યાં પોતાની ફિલ્મ 'દબંગ 3'ની સક્સેસને એન્જૉય કરી રહ્યો છે. ત્યાં અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' પણ સિનેમાઘરોમાં જબરજસ્ત ઓપનિંગ કરી છે. હવે ચર્ચા એ છે કે બન્ને સુપરસ્ટાર એટલે કે અક્ષય અને સલમાન ખાન એકસાથે ફિલ્મમાં દેખાઇ શકે છે. જો આવું થયું તો આ સમાચાર બન્ને સ્ટાર્સના ચાહકો માટે નવા વર્ષની સુંદર ભેટ રહેશે. જણાવીએ કે જો આ હકીકત હશે તો આ સુપરહિટ જોડી 13 વર્ષ પછી એકવાર ફરી બનશે.

હકીકતે, થોડાંક દિવસો પહેલા એવા સમાચાર આવ્યા તો વર્ષ 2004માં આવેલી બન્ને સ્ટાર્સની ફિલ્મ "મુજસે શાદી કરોગી"ની સીક્વલ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં બન્નેની જોડી અને કૉમેડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એકસાથે કામ કરવાને લઈને કેટલાક દિવસ પહેલા અક્ષય કુમારે હિન્ટ પણ આપી હતી. તેમણે પિન્કવિલા સાથે વાત કરતા કહ્યું કે તે સલમાનને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે કામ કરવા માગે છે. અક્ષયે માન્યું કે આ ફિલ્મની સીક્વલ લાવવાનો આઇડિયા ખૂબ જ સરસ છે. સાજિદ નડિયાદવાળાને આના પર કામ કરવું જોઈએ.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

'મુજસે શાદી કરોગી'માં સલમાન અને અક્ષયની સાથે પ્રિયંકા ચોપરા પણ જોવા મળી હતી. આ એક લવ કૉમેડી મૂવી હતી. તેના ગીત પણ ખૂબ જ હિટ હતા. ફિલ્મો સિવાય અક્ષય અને સલમાનને ઘણીવાર ઇવેન્ટ અને પાર્ટીઝમાં પણ સાથે જોઈ શકાય છે.

akshay kumar Salman Khan bollywood bollywood news