અનુરાગ કશ્યપની ફિલ્મમાં જોવા મળશે સૈયામી ખેર

20 June, 2019 10:18 AM IST  | 

અનુરાગ કશ્યપની ફિલ્મમાં જોવા મળશે સૈયામી ખેર

સૈયામીએ ‘મિર્ઝિયાં’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં સૈયામી ખેર જોવા મળશે. સૈયામીએ ‘મિર્ઝિયાં’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે છેલ્લે મરાઠી ફિલ્મ ‘માઉલી’માં રિતેશ દેશમુખ સાથે જોવા મળી હતી. અનુરાગ કશ્યપે ગયા અઠવાડિયે જ તેના નવા પ્રોડક્શન-હાઉસની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં સૈયામીની સાથે મલયાલમ ઍક્ટર રોશન મૅથ્યુ જોવા મળશે. આ ફિલ્મને મુંબઈમાં શૂટ કરવામાં આવશે. સૈયામીએ હાલમાં જ વેબ-સિરીઝ ‘બ્રીધ’ની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મ વિશે પૂછતાં સૈયામીએ કહ્યું હતું કે ‘હું અનુરાગ કશ્યપ સાથે કામ કરી રહી છું એ વાત પર મને હજી વિશ્વાસ નથી થઈ રહ્યો. આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. જોકે આ વિશે હું હજી વાત કરી શકું એમ નથી.’

આ પણ વાંચો: "સુનૈનાને મારે છે રોશન પરિવાર" કંગનાની બહેન રંગોલીએ કર્યા ટ્વીટ

ગૅન્ગસ્ટર સૈયામી

સૈયામી ખેરે હાલમાં જ ટ્‍વિટર પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેની આંખ પર કાજળ લગાવેલી દેખાઈ રહી છે. આ ફોટો શેર કરતાં સૈયામીએ ટ્વીટ કર્યું હતું કે ‘ગૅન્ગસ્ટર મોડ ઑન. ડબલ લાઇન આઇલાઇનર સાથે.’ 

bollywood gossips bollywood news gujarati mid-day