અનીત પડ્ડા અને અહાન પાંડેએ સાથે મળીને ઊજવી સૈયારાની પહેલી વર્ષગાંઠ

19 July, 2026 08:35 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

અનીત પડ્ડા અને અહાન પાંડને લીડ રોલમાં ચમકાવતી ‘સૈયારા’ ગયા વર્ષે ૧૮ જુલાઈએ રિલીઝ થઈ હતી. ગઈ કાલે આ ફિલ્મની રિલીઝને એક વર્ષ થયું હોવાના પ્રસંગે અનીત અને અહાને લંડનમાં આવેલા વેમ્બ્લી સ્ટેડિયમમાં હાજરી આપી હતી.

અનીત પડ્ડા અને અહાન પાંડે

અનીત પડ્ડા અને અહાન પાંડને લીડ રોલમાં ચમકાવતી ‘સૈયારા’ ગયા વર્ષે ૧૮ જુલાઈએ રિલીઝ થઈ હતી. ગઈ કાલે આ ફિલ્મની રિલીઝને એક વર્ષ થયું હોવાના પ્રસંગે અનીત અને અહાને લંડનમાં આવેલા વેમ્બ્લી સ્ટેડિયમમાં હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે અનીતે સાદગીભર્યો છતાં સ્ટાઇલિશ લુક પસંદ કર્યો હતો. અનીતે પીળા રંગનો ફ્લોરલ મિની ડ્રેસ પહેરીને પોતાની સરળ અને આકર્ષક ફૅશન-સેન્સથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વેમ્બ્લી સ્ટેડિયમ ફિલ્મ ‘સૈયારા’માં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ફિલ્મના યાદગાર દૃશ્યમાં અહાન પાંડેનું પાત્ર ક્રિશ કપૂર સ્ટેડિયમની વિશાળ સ્ક્રીન પર અનીતને આંખોથી શોધી કાઢે છે.

aneet padda ahaan panday entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood events bollywood gossips bollywood