લાલ કપ્તાનના બીજા ટ્રેલરમાં ધમાલ મચાવી રહ્યા છે સૈફ અલી ખાન..

28 September, 2019 04:53 PM IST  |  મુંબઈ

લાલ કપ્તાનના બીજા ટ્રેલરમાં ધમાલ મચાવી રહ્યા છે સૈફ અલી ખાન..

સૈફનો લાલ કપ્તાનમાં લૂક

સૈફ અલી ખાનની આગામી ફિલ્મ લાલ કપ્તાનનું બીજું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. જેને જોઈને લાગે છે કે સેક્રેડ ગેમ્સ બાદ સૈફ અલી ખાન ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ટ્રેલરની શરૂઆતમાં દીપક ડોબરિયાલના કિરદારને ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યું છે. દીપક ડોબરીયલનો લૂક પણ એટલો જ જબરદસ્ત દેખાઈ રહ્યો છે, જેટલો સૈફનો નાગા વાળો લૂક.

1 મિનિટ 29 સેકેન્ડના આ ટ્રેલરની શરૂઆત દીપકથી થાય છે. જેમાં તેઓ એક શ્વાન સામે ઈશારો કરીને કહે છે કે, આ સુખી રામ અને આ દુખી રામ. સુખી રામ બોટી ખાતા અને દુખી રામ ગોટી ખાતા. જેને જોઈને લાગે છે કે ફિલ્મમાં દીપકના કિરદારનું નામ સુખીરામ છે. આ સિવાય ટ્રેલરમાં સોનાક્ષી પણ નજર આવી રહી છે. જો કે, તેનો ચહેરો છુપાયેલો છે અને તે નાગાને શિકાર માટે બોલાવી રહી છે.

આ ટ્રેલરમાં સૈફ અલી ખાન એક વાર ફરી જબરદસ્ત લૂકમાં નજર આવ્યા છે. એમાં તેઓ શિકાર પર નીકળા છે. આ ટ્રેલરમાં ડાયલૉગ્સ પણ ખૂબ જ શાનદાર છે. ટ્રેલરમાં છેલ્લે સૈફ અલી ખાન કહે છે કે, જો જખ્મ આંખો સે દિખાઈ દે, વો જખ્મ હી કૈસા. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રીલિઝ કરવામાં આવશે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી.આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

જણાવી દઈએ કે આ પહેલા લાલ કપ્તાનનું વધુ એક ટ્રેલર આવી ચુક્યું છે જેના ડાયલોગ્સની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જેમાં સૈફ કહે છે કે, આદમી કે પૈદા હોતે હી કાલ અપને ભૈંસે પર બૈઠકર ચલ પડતા હૈ ઉસે વાપસ લાને. આદમી કી જિંદગી ઉતની જીતના સમય ઉસ ભૈંસે કો લગા ઉસ તક પહુંચને મે. આ સિવાય પણ બંને ટ્રેલરમાં દમદાર ડાયલોગ્સ છે.

saif ali khan deepak dobriyal