પૅટરનિટી લીવ બાદ આદિ પુરુષનું શૂટિંગ શરૂ કરશે સૈફ

10 January, 2021 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅટરનિટી લીવ બાદ આદિ પુરુષનું શૂટિંગ શરૂ કરશે સૈફ

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન પૅટરનિટી લીવ બાદ ‘આદિ પુરુષ’નું શૂટિંગ શરૂ કરશે. તેની વાઇફ કરીના કપૂર ખાન ટૂંક સમયમાં બીજા બાળકને જન્મ આપવાની છે. તેમને તૈમુર નામનો એક દીકરો છે. સૈફે પોતાનું શેડ્યુલ એવી રીતે બનાવી રાખ્યું છે જેથી તે કરીના સાથે વધુ સમય પસાર કરી શકે. ઓમ રાઉતની ‘આદિ પુરુષ’નું શૂટિંગ સૈફ માર્ચના અંતિમ અઠવાડિયામાં શૂટિંગ શરૂ કરશે. ફિલ્મમાં તે રાવણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ વિશે ઓમ રાઉતે કહ્યું હતું કે ‘સૈફ સર અને પ્રભાસ છેલ્લા ૩-૪ મહિનાથી તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે મારી ટીમ ખૂબ ઉત્સાહી છે. તેઓ ફાઇનલ શેડ્યુલની તૈયારી કરી રહ્યા છે. સૈફ સર પૅટરનિટી લીવ પર છે અને તેઓ આ વર્ષે માર્ચના અંતમાં શૂટિંગ શરૂ કરશે. અમે ઑગસ્ટ સુધી શૂટિંગ કરવાના છીએ.’

entertainment news bollywood bollywood news saif ali khan