'આદિપુરુષ'માં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં જોવા મળશે?

22 August, 2020 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'આદિપુરુષ'માં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં જોવા મળશે?

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન ફરી એક વખત ‘આદિપુરુષ’માં નેગેટિવ રોલમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. સૈફે આ અગાઉ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’માં નેગેટિવ રોલ ભજવ્યો હતો. આ ફિલ્મને ડિરેક્ટર ઓમ રાઉતે ડિરેક્ટ કરી હતી અને હવે પ્રભાસની ‘આદિપુરુષ’ને પણ તેઓ જ ડિરેક્ટ કરવાના છે. ‘આદિપુરુષ’માં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં દેખાશે. એને જોતાં એવું લાગી રહ્યું છે કે સૈફ કદાચ રાવણના પાત્રમાં હશે. આ ફિલ્મ ‘રામાયણ’ પરથી બનાવવામાં આવી રહી છે કે પછી શું એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી. આ પહેલાં હૃતિક રોશનનું નામ પણ આ ફિલ્મ સાથે જોડાયું હતું. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં બનાવવામાં આવશે. 3D વર્ઝનને તામિલ, મલયાલમ, કન્નડ અને અન્ય વિદેશી ભાષાઓમાં ડબ કરીને એકસાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરશે.

entertainment news bollywood bollywood news upcoming movie saif ali khan prabhas