વોટિંગ ન કરવું એ ઑપ્શન જ ન હોવો જોઈએ : સૈફ

25 April, 2019 12:28 PM IST  |  મુંબઈ

વોટિંગ ન કરવું એ ઑપ્શન જ ન હોવો જોઈએ : સૈફ

સૈફ અલી ખાન (File Photo)

સૈફ અલી ખાનનું કહેવું છે કે વોટિંગ નહીં કરવું એ ક્યારેય પણ ઑપ્શન ન હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ વોટ કરવાના તેના હક દ્વારા દેશમાં પૉઝિટિવ બદલાવ લાવી શકે છે. આથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બૉલીવુડની સેલિબ્રિટીઝને લોકોમાં વોટિંગ માટે જાગરૂકતા ફેલાવવા માટે વિનંતી કરી હતી. શું ઇલેક્શન દેશને એક કરી શકે છે એ વિશે પૂછતાં સૈફે કહ્યું હતું કે ‘હા, એ શક્ય છે. વોટિંગ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. આ દેશના નાગરિક તરીકે તમે વોટિંગ કરી શકો એ સૌથી મહત્વનું છે. યુવાનો જાણી જોઈને વોટ નથી કરતા અને એથી જ આપણે તેમનામાં વોટિંગનું કેટલું મહત્વ છે એ વિશે જાગરૂકતા ફેલાવવી જોઈએ. લોકશાહીમાં રહી તમે કોઈ પણ બાબત વિશે અવાજ ઉઠાવી શકો છો અને બદલાવ લાવી શકો છો અને એ સૌથી મહkવનું છે. લોકશાહી વિશેની આ જાગરૂકતા અને યુનિટીને કારણે જ આપણે આજે સાથે છીએ. દરેક વોટ ખૂબ જ મહત્વનો છે અને મારા મત મુજબ વોટ નહીં કરવો એ ઑપ્શન જ ન હોવો જોઈએ. તમે લોકો દેશમાં પૉઝિટિવ બદલાવ લાવી શકો છો અને મારું માનવું છે કે દેશમાં કોઈ પણ પૉલિટિકલ પાર્ટી હોય કે પછી કોઈ પણ મોટો લીડર કેમ ન હોય, તે લોકશાહીના આ પાવરથી ડરતો હોય છે.’

bollywood news saif ali khan Election 2019