ડિવૉર્સની વાત બાળકોને કરવી મારી લાઇફનો સૌથી મુશ્કેલ સમય હતો : સૈફ

23 January, 2020 02:36 PM IST  |  Mumbai

ડિવૉર્સની વાત બાળકોને કરવી મારી લાઇફનો સૌથી મુશ્કેલ સમય હતો : સૈફ

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને ૨૦૦૪માં અમ્રિતા સિંહ સાથે ડિવૉર્સ લીધા હતાં અને એ વાત બાળકોને કરવી તેના માટે ખૂબ જ મુશ્કેલ હતી. આ બન્નેએ ૧૯૯૧માં લગ્ન કરી લીધા હતાં. તેમને સારા અને ઇબ્રાહિમ એમ બે બાળકો છે. ડિવૉર્સ બાદ સૈફએ કરીના સાથે ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને તેમને તૈમુર નામનો દીકરો પણ છે. ડિવૉર્સની એ સ્થિતિ વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘આ દુનિયાની ખૂબ જ ખરાબ બાબત છે અને મને હજી પણ એમ લાગે છે કે સ્થિતિને એને થોડું વધું સારું બનાવી શકાયું હોત. મને લાગે છે કે એ સમયને લઈને હું લાઇફમાં ક્યારે પણ સામાન્ય નહીં રહી શકું. કેટલીક બાબતો એવી હોય છે જે જાહેર નથી કરી શકાતી અને એ આપણે સમજવું જોઈએ. હું પોતાને શાંતવના આપી કહી રહ્યો હતો કે હું ફક્ત ૨૦ વર્ષનો છું અને યુવાન છું અને ઘણાં પરિવર્તનો આવી ગયા છે. તમને ખરાબ તો લાગે છે, પરંતુ એ વિચીત્ર બાબત છે.

આ પણ વાંચો : ...તો આનંદ ફિલ્મનાં મ્યુઝિક-ડિરેક્ટર હોત લતા મંગેશકર!

તમે કોઈ વસ્તુની કલ્પના નથી કરી શકતાં, પેરન્ટ્સ પણ સ્ટ્રેન્જ છે. તમે કદી પણ તેમને સાથે અથવા તો એક વ્યક્તિ તરીકે કલ્પી નથી શકતાં. તમે તેમને રૉમેન્સ કરતા હોય એવી પણ કલ્પનાં નહીં કરી શકો. વર્તમાનમાં દરેક લોકો મોડર્ન સંબંધોને સ્વીકારે છે. હું નથી ઇચ્છતો કે કોઈ પણ બાળકો હુંફ ભરેલા ઘરથી વિખુટા પડે. જોકે એ એટલુ સરળ પણ નથી.’

saif ali khan bollywood news entertaintment amrita singh sara ali khan