તૈમૂરના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડક્યો સૈફ અલી ખાન

13 April, 2019 03:26 PM IST  | 

તૈમૂરના ફોટો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સ પર ભડક્યો સૈફ અલી ખાન

સૈફ અલી ખાન પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન સોશિયલ મીડિયામાં બહુ જ પોપ્યુલર છે. હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સૈફે તૈમૂરની ધડાધડ ફોટો લઈ રહેલા પાપારાઝીઓની ક્લાસ લઈ લીધી છે.

તૈમુર અલી ખાનને જોતાં જ તેના ફોટો ક્લિક કરવા માંડતા ફોટોગ્રાફર્સ પર ડૅડી સૈફ અલી ખાન ખૂબ રોષે ભરાયો હતો. ઍરપોર્ટ પર તૈમુર ડૅડી સૈફ અને મૉમ કરીના સાથે જોવા મળ્યો હતો. તૈમુર હંમેશાંથી જ સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. ફોટોગ્રાફર્સે એક પછી એક તૈમુરના ફોટો લેવાનું શરૂ કરતાં સૈફે કહ્યું હતું કે બસ કરો યાર, બાળક બ્લાઇન્ડ થઈ જશે એટલું જ નહીં, જ્યારે ફોટોગ્રાફર્સે તેમને ફોટો માટે પોઝ આપવાનું કહ્યું તો સૈફે કહ્યું હતું કે ‘તમને ફોટો લેવા હોય તો લો. પોઝ આપવો થોડું અજીબ લાગે છે.’

આ પણ વાંચો : શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહના ટીઝરને જોઈને પ્રભાસે કરી આ વાત

તૈમૂરના જન્મથી જ એમને જબરદસ્ત મીડિયા અટેન્શન મળી રહ્યા છે. મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં સૈફના ઘરની બહાર પણ તમામ પાપારાઝી તૈમૂરની ફોટો લેવા તૈયાર જ હોય છે. એ જોતાં તૈમૂરને એની આદત પડી ગઈ છે અને કૅમેરો જોતા જ તે ફોટોગ્રાફર્સની તરફ વેવ કરે છે. ક્યારે મૂડમાં હોય તો પોઝ પણ આપે છે. સૈફે છેલ્લા દિવસે ઈન્ટવ્યૂમાં આ વિષય પર વાત કરતા કહ્યું હતું કે પાપારાઝી એમના ઘરની આસપાસ હંમેશા છૂપાયેલાા રહે છે, તે થોડું અજીબ લાગે છે.

kareena kapoor saif ali khan taimur ali khan mumbai airport bollywood news