સૈફ અલી ખાન અને અર્જુન કપૂર જોવા મળશે ભૂત પોલીસમાં

03 September, 2020 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૈફ અલી ખાન અને અર્જુન કપૂર જોવા મળશે ભૂત પોલીસમાં

અર્જુન કપૂર અને સૈફ અલી ખાન

સૈફ અલી ખાન અને અર્જુન કપૂર એકસાથે ‘ભૂત પોલીસ’માં જોવા મળવાના છે. આ ફિલ્મને ‘ફોબિયા’ અને ‘રાગીની MMS’ના ડિરેક્ટર પવન ક્રિપલાની ડિરેક્ટ કરશે. આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. રમેશ તૌરાણી અને અક્ષય પુરી ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મ વિશે પવન ક્રિપલાનીએ કહ્યું હતું કે ‘સૈફ અને અર્જુન આ ફિલ્મમાં સાથે આવ્યા હોવાથી હું ખૂબ ખુશ છું. બન્ને આ નવા અવતારમાં પોતાના ટ્રેડમાર્ક તરીકે જાણીતા ફનને આ ફિલ્મમાં દેખાડશે.’

entertainment news bollywood bollywood news upcoming movie saif ali khan arjun kapoor