06 January, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાકેશ બેદીએ સોશ્યલ મીડિયામાં સચિન સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી
રાકેશ બેદીએ હાલમાં સુપરહિટ ‘ધુરંધર’માં પાકિસ્તાની રાજનેતા જમીલ જમાલીનો રોલ કરીને સારી એવી લોકપ્રિયતા મળી છે. રાકેશે પોતાની કરીઅરમાં મોટા ભાગે કૉમેડી રોલ ભજવ્યા છે, પણ ‘ધુરંધર’માં લોકોને તેમની ઍક્ટિંગનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે અને લોકોએ એ પસંદ કર્યો છે. હાલમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે ‘ધુરંધર’ જોઈ અને એમાં તેને રાકેશ બેદીની ઍક્ટિંગ એટલી પસંદ આવી કે તેણે રાકેશ બેદીને ફોન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સચિનનો ફોન આવતાં રાકેશ બેદી પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને તેણે સોશ્યલ મીડિયામાં સચિન સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને ઉત્સાહની લાગણી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં રાકેશ બેદીએ લખ્યું છે કે ‘‘ધુરંધર’ જોયા બાદ ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરનો ફોન આવતાં હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો.’