સાંડ કી આંખના વિવાદમાં કૂદ્યા નીના ગુપ્તા, ફિલ્મ કહ્યું....

24 September, 2019 04:24 PM IST  |  મુંબઈ ડેસ્ક

સાંડ કી આંખના વિવાદમાં કૂદ્યા નીના ગુપ્તા, ફિલ્મ કહ્યું....

સાંડ કી આંખ

તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકરની ફિલ્મ સાંડ કી આંખ અંગે બી ટાઉનમાં વિવાદ સર્જાયો છે. કંગનાની બહેન રંગોલીએ આજે અનેક ટ્વીટ કરીને સાંડ કી આંખ ફિલ્મમાં યુવાન અભિનેત્રીઓ (તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકર)ની કાસ્ટિંગ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. હવે તેમાં અભિનેત્રી નીના ગુપ્તા પણ કૂદ્યા છે. નીના ગુપ્તાએ ટ્વીટ કરીને લખ્યું છે કે "કમ સે કમ હમારી ઉમરવાલે રોલ તો હમસે કરા લો ભાઈ"

નીના ગુપ્તાના ટ્વીટના જવાબમાં રંગોલીએ લખ્યું, "નીનાજી કંગનાને આ ફિલ્મની ઑફર મળી હતી. તેને આ રિયલ સ્ટોરી ગમી. પણ તેણે તમારા અને રામ્યા કૃષ્ણનના નામની મુખ્ય ભૂમિકા માટે ભલામણ કરી હતી."

શૂટર દાદીની સ્ટોરી
સાંડ કી આંખ શૂટર ચંદ્રો અને પ્રકાશી તોમરની સ્ટોરી છે. બન્ને મહિલાઓ બાગપતની રહેવાસી છે. બન્નેએ 60 વર્ષની ઉંમરમાં પોતાની શૂટિંગની ટ્રેનિંગ શરૂ કરી. 60 વર્ષની ઉંમર સુધી તેમને શૂટિંગનો શોખ ન હતો, પણ એક દિવસ પ્રકાશી ટ્રેનિંગ રેન્જમાં ગઈ. ત્યાં તેનો નિશાનો બરાબર લાગ્યો. તેના પછી તેણે શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું. પછી બહેન ચંદ્રો તોમરે પણ શૂટિંગ શરૂ કરી.

આ પણ વાંચો : આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'

ફિલ્મનું ટ્રેલર રિલીઝ
સાંડ કી આંખનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલરમાં દેખાય છે કે તાપસી અને ભૂમિ એવા ગામડામાં રહે છે જ્યાં સ્ત્રીઓને ઘૂમટો હટાવવાની પરવાનગી નથી. પણ દરેક મુશ્કેલી સામે લડીને બન્ને શૂટિંગ કરે છે. આ ફિલ્મ આ દિવાળીના રિલીઝ થઈ રહી છે.

neena gupta taapsee pannu bhumi pednekar kangana ranaut bollywood bollywood news bollywood gossips