Saaho Collection:4 દિવસમાં 330 કરોડની કમાણી !

03 September, 2019 06:52 PM IST  |  મુંબઈ

Saaho Collection:4 દિવસમાં 330 કરોડની કમાણી !

 

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોનું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. આ ફિલ્મે આખા વિશ્વમાં માત્ર ચાર જ દિવસમાં 330 કરોડની કમાણી કરી છે. આ વાતની માહિતી ફિલ્મ પ્રોડ્યુસ કરનારી કંપની યુવી પ્રોડક્શને આપી છે.

યુવી પ્રોડક્શને સોશિયલ મીડિયા પર લખ્યું છે,'સાહોની ધમાલ ચાલુ છે. 4 દિવસમાં 330 કરોડની કમાણી કરી છે.

ફિલ્મ અભિનેતા પ્રભાસની ફિલ્મ સાહોએ રિલીઝના ત્રીજા દિવસે 294 કરોડની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે પોતાની રિલીઝના પહેલા દિવસે જ 100 કરોડથી વધુની કમાણી કરી હતી. પ્રભાસની ફિલ્મે રિલીઝના બીજા દિવસે પણ 100 કરોડથી વધુનો વકરો કર્યો હતો. બીજા દિવસે આ ફિલ્મની કુલ કમાણી 205 કરોડ કરતા પણ વધી ગઈ હતી.

આ પણ વાંચોઃ Mazel Vyas:વડોદરાની આ છોકરી બોલીવુડના ધૂરંધરોને આપી રહી છે ટેલેન્ટનો પરચો

આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રદ્ધા કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સમીક્ષકોને પસંદ નહોતી આવી. જો કે ફિલ્મે ક્રિટિક્સને ખોટા પાડતા જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મે માત્ર ચાર જ દિવસમાં 330 કરોડની કમાણી કરીને બધા જ સમીકરણ ખોટા પાડ્યા છે.

saaho bollywood prabhas shraddha kapoor