સલમાન ખાનની નજીકની વ્યક્તિને ધમકીભરી ઈ-મેઇલ મળી હોવાની ચર્ચા

12 February, 2026 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્યોએ કરોડો રૂપિયાની વસૂલીની ડિમાન્ડ કરી હોવાના રિપોર્ટથી હાલમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ છે.

સલમાન ખાન

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્યોએ કરોડો રૂપિયાની વસૂલીની ડિમાન્ડ કરી હોવાના રિપોર્ટથી હાલમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ છે. તાજેતરમાં રોહિત શેટ્ટીના ઘરના બહાર ફાયરિંગ થયું હતું અને પછી રણવીર સિંહને ધમકી મળ્યા પછી વિવાદ સર્જાયો છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે હવે સલમાન ખાનની નજીકની એક વ્યક્તિને ધમકીભરી ઈ-મેઇલ મળી છે, જેમાં કરોડો રૂપિયાની વસૂલીની ડિમાન્ડ કરવામાં આવી છે. વળી આ ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો સભ્ય ગણાવ્યો છે. જોકે સલમાન અથવા તેમની નજીકના વ્યક્તિએ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી પણ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈને અલર્ટ મોડમાં છે અને સતત નજર રાખી રહી છે.

આ તમામ ઘટનાઓની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદ લોકોનાં મોબાઇલ લોકેશન ઘણી બૉલીવુડ સેલિબ્રિટીઝનાં ઘરોની આસપાસ ટ્રેસ થયાં છે. આ સંજોગોમાં ગૅન્ગ દ્વારા રેકી માટે અલગ-અલગ લોકોને કામ સોંપવામાં આવ્યું હોવાની શંકા છે. 

lawrence bishnoi Salman Khan bollywood buzz bollywood news bollywood entertainment news Crime News mumbai crime news mumbai crime branch