0TT પ્લેટફોર્મ માટે સૌપ્રથમ પ્રોડક્શન હાઉસ RSVPએ કન્ટેન્ટ બનાવ્યું હતું

26 August, 2020 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

0TT પ્લેટફોર્મ માટે સૌપ્રથમ પ્રોડક્શન હાઉસ RSVPએ કન્ટેન્ટ બનાવ્યું હતું

RSVP પ્રોડક્શન હાઉસનો લોગો

જો એમ કહીએ કે, કનટેન્ટનો ડિજિટલ વપરાશ ગુણવત્તા પર આધારિત છે તો તેમાં કશું જ ખોટું નથી. સંવાદની ઉંડાઈથી માંડીને વાર્તાના વિકસિત અભિગમ સુધી 0TTને સ્ક્રિપ્ટ અને કથા દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે 0TT પ્લેટફોર્મને એક આદર્શ વિકલ્પ માનવામાં નહોતો આવતો ત્યારથી જ એટલે કે વર્ષ 2018થી જ પ્રોડક્શન હાઉસ 'RSVP'એ ડિજિટલ કન્ટેન્ટ બનવાવાની શરૂઆત કરી દીધી હતી. તાજેતરમાં જ પ્રોડક્શન હાઉસ દ્વારા થ્રિલર ફિલ્મ 'રાત અકેલી હૈ' રિલીઝ કરવામાં આવી છે.

0TT પ્લેટફોર્મ માટે સિરિઝ બનાવનાર અનેક પ્રોડક્શન હાઉસ છે. પરંતુ RSVPએ અન્ય પ્લેટફોર્મથી જુદુ છે. RSVP પ્રોડક્શન હાઉસે સૌથી પહેલાં 0TT પ્લેટફોર્મ પર ફિલ્મ 'લવ પર સ્ક્વેયર ફુટ' રિલીઝ કરી હતી. ત્યારપછી 'લસ્ટ સ્ટોરીઝ' અને તાજેતરમાં 'રાત અકેલી હૈ' રિલીઝ કરવામાં આવી છે. હની ત્રેહાન દ્વારા દિગ્દર્શિત આ થ્રિલર ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કારણકે અહીં કન્ટેન્ટ જ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. દર્શકો હવે કન્ટેન્ટની શક્તિને સમજે છે.

ઘણા નિર્દેશકો અને નિર્માતાઓ હવે તેમના પ્રોજેક્ટ્સ માટે 0TT રીલીઝનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે જે અગાઉ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. ત્યારે દર્શકોને સસ્પેન્સથી માંડીને થ્રિલર સુધી, રોમાંચકથી રોમાન્સ સુધીની વાર્તાઓ પહોંચાડવા માટે RSVP પ્રોડક્શન હાઉસ એક આગવી ઓળખ ધરાવે છે. હવે જ્યારે, બધા જ પ્રોડક્શન હાઉસ 0TT પ્લેટફોર્મ તરફ વળ્યાં છે ત્યારે RSVP પ્રોડક્શન હાઉસ ઓરિજનલ કન્ટેન્ટ આપી રહ્યું છે.

entertainment news bollywood bollywood news nawazuddin siddiqui