ઑસ્કર માટે લૉસ ઍન્જલસ પહોંચ્યો જુનિયર એનટીઆર

08 March, 2023 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉસ ઍન્જલસમાં ફૅન્સ સાથે વાત કરતાં જુનિયર એનટીઆરે કહ્યું કે ‘તમે મને પ્રેમ કરો છો એના કરતાં હું તમને વધુ કરું છું

જુનિયર એનટીઆર

જુનિયર એનટીઆર હાલમાં જ લૉસ ઍન્જલસ પહોંચ્યો છે. તે ૯૫મા ઑસ્કર અવૉર્ડમાં હાજરી આપવા માટે ત્યાં ગયો છે. ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને ઑસ્કરની બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવ્યું છે. લૉસ ઍન્જલસમાં ફૅન્સ સાથે વાત કરતાં જુનિયર એનટીઆરે કહ્યું કે ‘તમે મને પ્રેમ કરો છો એના કરતાં હું તમને વધુ કરું છું. આપણા લોહીના સંબંધ નથી એમ છતાં તમે બધા મારા ભાઈઓ છો. આપણી રિલેશનશિપ કોઈ પણ લોહીના સંબંધ કરતાં પણ વધુ સ્ટ્રૉન્ગ છે. હું હંમેશાં તમારો ઋણી રહીશ.’

entertainment news bollywood news bollywood gossips bollywood RRR los angeles united states of america