‘નાટુ નાટુ’ને ઑસ્કરમાં પર્ફોર્મ કરશે એના સિંગર્સ

02 March, 2023 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંગર્સ રાહુલ સિપ્લીગંજ અને કાલા ભૈરવ ઑસ્કર અવૉર્ડમાં પર્ફોર્મ કરવાના છે

ફાઇલ તસવીર

‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીત પર એના સિંગર્સ રાહુલ સિપ્લીગંજ અને કાલા ભૈરવ ઑસ્કર અવૉર્ડમાં પર્ફોર્મ કરવાના છે. આ ગીતનું મ્યુઝિક એમ. એમ. કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે. આ ગીતની પાછળ દેશવિદેશના લોકો દીવાના બની ગયા છે. એમાં પણ એ ગીતનાં સ્ટેપ્સ તો શાનદાર છે. આ ગીતમાં રામચરણ અને જુનિયર એનટીઆરે પર્ફોર્મ કર્યું હતું. આ ગીતને ઇન્ટરનૅશનલ અવૉર્ડ મળ્યા છે. હવે ફિલ્મ ઑસ્કરની રેસમાં સામેલ થઈ છે. ‘નાટુ નાટુ’ ગીત પર પર્ફોર્મ કરશે કે નહીં એવો સવાલ પૂછવામાં આવતાં એમ. એમ. કીરાવાનીએ કહ્યું કે ‘એ ગીતના સિંગર્સ પર્ફોર્મ કરવાના છે. હું એમાં સામેલ નહીં થાઉં. મને નથી લાગતું કે હું લાઇવ પર્ફોર્મન્સ કરી શકું છું. ભવિષ્યમાં કદાચ જો મને કામમાંથી ફુરસદ મળશે તો તમે મને કદાચ સ્ટેજ પર પર્ફોર્મ કરતા જોઈ શકશો. હાલમાં તો નહીં અને ઑસ્કરમાં પણ નહીં. ‘RRR’ની ટીમ અને હું અમેરિકામાં ઘણાબધા અવૉર્ડ્સ અટેન્ડ કરી રહ્યા છીએ. એ ગીત તો મ્યુઝિકલ સેન્સેશન ઑફ ધ યર બન્યું છે. અન્ય નૉમિનેટેડ ગીતો અદ્ભુત છે. જોકે ‘નાટુ નાટુ’એ તો વેસ્ટમાં હટકે સાઉન્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે.’

entertainment news bollywood bollywood news RRR