સિને-કર્મચારીઓના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા કરાવશે રોહિત શેટ્ટી

07 August, 2020 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિને-કર્મચારીઓના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા કરાવશે રોહિત શેટ્ટી

ફિલ્મમેકર રોહિત શેટ્ટી લૉકડાઉનમાં બેરોજગાર બનેલા સિને-કર્મચારીઓના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનો છે. તે હાલમાં ‘ખતરોં કે ખિલાડી : મેડ ઇન ઇન્ડિયા’ને હોસ્ટ કરી રહ્યો છે. તે જુનિયર આર્ટિસ્ટ, બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ, સ્ટન્ટમૅન, લાઇટમૅન અને અન્ય લોકોનાં

બૅન્ક-અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને મદદ કરવાનો છે. ‘ખતરોં કે ખિલાડી : મેડ ઇન ઇન્ડિયા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે ફૉરેનમાં નહીં, પણ મુંબઈમાં જ એનું શૂટિંગ થઈ રહ્યું છે. આ શોમાં કરણ વાહી, રિત્વિક ધનંજાની, હર્ષ લીંબાચિયા, રશ્મિ દેસાઈ, નિયા શર્મા, જાસ્મિન ભસીન, અલી ગોની અને જય ભાનુશાળી જોવા મળશે. રોહિત શેટ્ટીએ આ અગાઉ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમમ્પ્લૉઈઝ અને ફોટોગ્રાફર્સને પણ મદદ કરી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips lockdown rohit shetty