સાઇબર છેતરપિંડીની નવી રીતભાતથી લોકોને સજાગ કર્યા રિતેશ દેશમુખે

09 January, 2021 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇબર છેતરપિંડીની નવી રીતભાતથી લોકોને સજાગ કર્યા રિતેશ દેશમુખે

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

રિતેશ દેશમુખે સાઇબરની છેતરપિંડીની નવી રીતભાત વિશે લોકોને જાગૃત કર્યા છે. તેનું કહેવું છે કે મોટા ભાગે તો સેલિબ્રિટીઝનાં અકાઉન્ટને જ નિશાન બનાવવામાં આવે છે. તેમણે હવે એક લિન્ક મોકલવાનું શરૂ કર્યું છે. એ લિન્ક પર ક્લિક કરવાથી અકાઉન્ટ હૅક થઈ જાય છે. રિતેશને ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. એ મેસેજને તેણે ટ્વિટર પર શૅર કર્યો હતો. એમાં લખ્યું હતું કે ‘તમે કૉપીરાઇટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જો તમને એમ લાગતું હોય કે તમે કોઈ નિયમો તોડ્યા નથી તો પછી તમારો ફીડબૅક આપો નહીં તો તમારું અકાઉન્ટ ૨૪ કલાકની અંદર બંધ થઈ જશે. ફીડબૅક આપવા માટે તમારે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરવાનું રહેશે.’

આ સાથે જ ટ્વિટર પર રિતેશે ટ્વીટ કર્યું હતું કે ‘તમામ ઇન્સ્ટાગ્રામ યુઝર્સને વિનંતી છે કે આ નવા પ્રકારના સાઇબર ફ્રૉડથી સાવધાન રહો. સદ્નસીબે મેં એ લિન્ક પર ક્લિક નહોતું કર્યું.’

entertainment news bollywood bollywood news riteish deshmukh