રિતેશ દેશમુખનું ટ્વીટ જોઈને એરપોર્ટ ઓફિસર થયા એક્ટિવ

28 May, 2019 03:51 PM IST  | 

રિતેશ દેશમુખનું ટ્વીટ જોઈને એરપોર્ટ ઓફિસર થયા એક્ટિવ

ફાઈલ ફોટો

ગુજરાતના સુરતમાં કોચિંગ સેન્ટરમાં હાલમાં જ આગ લાગવાના કારણે 23 બાળકોના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી તંત્ર એક્ટિવ થયું છે અને ઠેર ઠેર સેફ્ટી ફિચર્સને લઈને સઘન તપાસ હાથ ધરાઈ રહી છે. હજુ આ ઘટનાને હજુ 4 દિવસ જ થયા છે ત્યારે રિતેશ દેશમુખે કરેલા એક ટ્વીટના કારણે હૈદરાબાદ એરપોર્ટ પર સુરક્ષાની પોલ ખુલ્લી પાડી હતી જેના કારણે એરપોર્ટ અધિકારીઓ એક્ટિવ થયા હતા

રિતેશ દેશમુખે સોમવાર હૈદરાબાદ એરપોર્ટના 2 વીડિયો પોસ્ટ કર્યા હતા જેના કારણે લોકો ચિંતાજનક જોવા મળ્યા હતા. આ વીડિયોમાંથી પહેલો વીડિયો હૈદરાબાદ એરપોર્ટના લોન્જનો છે જેમો બહાર નીકળવાનો દરવાજો સાંકળથી બંધ કરવામાં આવ્યો હતો. અંદર અને બહાર જવા માટે એકમાત્ર લિફ્ટ જ રસ્તો છે આ વીડિયો શૅર કરતા લખ્યું હતું કે, અચાનકથી આગ લાગ્યા પછી અન્ય એક શોકપૂર્ણ ઘટના થવાની રાહ જોવાઈ રહી છે.

રિતેશે શૅર કરેલા બીજા વીડિયોમાં એરપોર્ટ સુરક્ષાકર્મીઓની મનમાની જોવા મળી રહી છે. વીડિયોમાં સુરક્ષાકર્મીઓ પેસેન્જર્સની વાત પર ધ્યાન ન આપતા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓના વારંવાર કહેવા છતા પણ સુરક્ષાકર્મીઓએ ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાથી ના પાડી દીધી હતી. રિતેશ દેશમુખના ટ્વીટ પછી હૈદરાબાદ એરપોર્ટના અધિકારીઓ સતર્ક થયા હતા અને રિતેશ દેશમુખનો આ વાતો પર ધ્યાન દોરવા આભાર માન્યો હતો અને તેમની ભૂલ સ્વીકારી તેને સુધારવા કહ્યું હતું.

riteish deshmukh bollywood news gujarati mid-day