25 November, 2026 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિતેશ દેશમુખ અને જેનેલિયા
રિતેશ દેશમુખે પત્ની જેનેલિયા દેશમુખ સાથેની એક તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તસવીરમાં જેનેલિયા અને રિતેશ એક રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કરતાં જોવા મળે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે જેનેલિયા પતિ રિતેશના ખોળામાં બેઠી છે અને પોતાના હાથે તેને નાસ્તો કરાવી રહી છે. ગઈ કાલે સવારે શૅર કરવામાં આવેલી આ તસવીર જોતજોતાંમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. રિતેશે આ પોસ્ટ સાથે કૅપ્શન લખી છે કે ‘બે લોકોનું ટેબલ, પણ ખુરસી એક.’ રિતેશ અને જેનેલિયા સોશ્યલ મીડિયા પર આવી અનોખી પોસ્ટ શૅર કરતાં રહે છે અને એને ફૅન્સ બહુ પસંદ કરે છે.