17 December, 2023 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની સિંહે હાલમાં તેની આગામી ફિલ્મ ‘રિસ્ક રોમિયો’નું શૂટિંગ પૂરું કરી લીધું છે.
સની સિંહે હાલમાં તેની આગામી ફિલ્મ ‘રિસ્ક રોમિયો’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. તેનું માનવું છે કે એની સ્ટોરી કદી ન જોઈ હોય એવી હશે. આ ફિલ્મમાં તેની સાથે ક્રિતી ખરબંદા પણ જોવા મળશે. ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ના ડિરેક્ટર અબીર સેનગુપ્તાએ એને ડિરેક્ટ કરી છે. સની સિંહ દોઢ મહિનાથી કલકત્તામાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરું થયા બાદ સેટ પર કેક કટિંગ કરવામાં આવી હતી એના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. ફિલ્મના પોતાના રોલને લઈને સનીએ કહ્યું કે ‘સાધારણ રીતે મને આવા રોલ ઑફર નથી કરવામાં આવતા. જ્યારે મેં શૂટિંગની શરૂઆત કરી ત્યારે મને એહસાસ થયો કે અબીરે મારી અંદર શું જોયું કે તેણે મને આવો હટકે રોલ ઑફર કર્યો. ફિલ્મનો જોનર ઇન્ડસ્ટ્રીમાં કદી એક્સ્પ્લોર નથી કરવામાં આવ્યો અને ઇમોશન્સને અલગ રીતે દેખાડવામાં આવશે. એવામાં અબીરે શૂટિંગ માટે જે શહેરની પસંદગી કરી એ આ ફિલ્મની સ્ટોરીમાં જાદુનો ઉમેરો કરશે. ફિલ્મના શૂટિંગ વખતે અમે જે અનુભવ કર્યો એ લોકોને દેખાડવા માટે આતુર છીએ.’