ઍરપોર્ટ પર જાતે લગેજ ઉઠાવતી સારા અલી ખાનની પ્રશંસા કરી રિશી કપૂરે

09 August, 2019 01:39 PM IST  |  મુંબઈ

ઍરપોર્ટ પર જાતે લગેજ ઉઠાવતી સારા અલી ખાનની પ્રશંસા કરી રિશી કપૂરે

ઍરપોર્ટ પર જાતે લગેજ ઉઠાવતી સારા અલી ખાનની પ્રશંસા કરી રિશી કપૂરે

સારા અલી ખાને ઍરપોર્ટ પર પોતાનો લગેજ જાતે જ ઉઠાવ્યો એને લઈને રિશી કપૂરે તેની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે સારાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સેલિબ્રિટીએ કેવી રીતે વર્તન કરવું જોઈએ. આ સંદર્ભે સારાની પ્રશંસા કરતાં રિશી કપૂરે કહ્યું હતું કે ‘વન્ડરફુલ સારા. ઍરપોર્ટ પર સેલિબ્રિટીએ કેવી રીતે વર્તન કરવું જોઈએ એનું તેં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાનો સામાન ઉઠાવવામાં કોઈ વાંધો નથી અને કોઈ ચમચા પણ આસપાસ નહીં. ઍરપોર્ટ લુક માટે તેં કોઈ ડાર્ક સનગ્લાસ‌િસ નથી પહેર્યા. તેં કોઈ પણ પ્રકારની શંકા વગર પૂરો આત્મવિશ્વાસ દેખાડ્યો છે.’

હકીકતે, સારા અલી ખાન લખનઉથી મુંબઇ પાછી આવી ત્યારે એરપોર્ટ પર જોવા મળ્યું કે તે પોતાના બધાં જ ભારેભરખમ બૅગ્સ અને બ્રીફકેસ ટ્રોલીમાં લઈને પોતે જ ખેંચી રહી હતી. સારાની આ તસવીર ખૂબ જ જોવાઈ. મીડિયા દ્વારા ઋષિ કપૂર સુધી પણ સારાની આ તસવીર પહોંચી તો તેના પર તે કમેન્ટ કરતાં પોતાને અટકાવી ન શક્યા.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

ઋષિ કપૂરે આ શેર કરતાં ટ્વિટર પર લખ્યું, "શાનદાર સારા, તે મિસાલ કાયમ કરી છે કે સેલિબ્રિટિઝે એરપોર્ટ પર કઇ રીતે વ્યવહાર કરવો જોઇએ. પોતાનું સામાન પોતે ઉપાડવામાં કંઈ જ ખોટું નથી. રિસીવ કરવા માટે કોઈ ન હોવું જોઇએ અને આ બધાંથી વધીને એરપોર્ટ લૂકમાં કાળા ચશ્માં ન પહેરવા જોઈએ. તું કોઈપણ ગભરાટ વગર પોતાના આત્મવિશ્વાસને જાહેર કરે છે. આવી જ રહેજે." સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન ઋષિ કપૂરની દોહિત્રી થાય છે.

sara ali khan rishi kapoor