દિવાળીના દિવસે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા રિશી કપૂર, આપી આ ચેતવણી

27 October, 2019 10:49 AM IST  |  મુંબઈ

દિવાળીના દિવસે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા રિશી કપૂર, આપી આ ચેતવણી

રિશી કપૂર થયા ગુસ્સે

બોલીવુડ અભિનેતા રિશી કપૂર આમ તો ઘણા ખુશમિજાજ છે પરંતુ ઘણીવાર તેમને ફોટોગ્રાફર્સ પણ ભડકતા જોવામાં આવ્યા છે. હાલમાં જ એવું કાંઈક થયું કે તેમનો ગુસ્સો ફોટોગ્રાફર્સ પર નીકળી ગયો. ફોટોગ્રાફર્સને ચૂપ રહેવાની ચેતવણી આપતો રિશી કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ફોટોગ્રાફર્સ પર ગુસ્સો કરી રહ્યા છે અને કહે છે કે તમે લોકો ચૂપ રહો. જો કે બાદમાં રિશી કપૂર શાંત થઈ જાય છે અને ફરી મજાક કરવા લાગે છે.


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફોટોગ્રાફર્સ, રિશી કપૂરના ઘરની બહાર તેમનો ફોટો પાડવા માટે ઉભા છે. ત્યારે રિશી કપૂરે તેમના પર ગુસ્સો કરતા કહ્યું કે અવાજ ન કરો. રિશી કપૂર બે વાર ગુસ્સામાં આ જ વાત કહે છે. તેઓ કહે છે કે, અમારે અમારી ઈજ્જત રાખવાની છે. આસપાસ લોકો રહે છે કે શું કહેશે કે સેલેબ્સ આટલી ધમાલ કરે છે. ફોટો લેવો હોય, જે કરવું હોય એ કરો પણ અવાજ ન કરો. હું તમને દર વખતે જોઉં છું તમે કહો છો સર અહીં જુઓ, ત્યાં જુઓ...પ્લીઝ આવું ન કરો.

આ પણ જુઓઃ મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં નજર આવ્યા સિતારાઓ, જુઓ તસવીરો

જે બાદ રિશી કપૂર હસતા હસતા કહે છે કે, 'આ બધા અમારા મિત્રો છે. અમે તેમના વગર નહીં રહી શકીએ અને તેઓ અમારા વગર નથી જીવી શકતા.' જે બાદ તેઓ પત્ની નીતૂ સિંહને ઘરની બહાર બોલાવે છે અને નીકળી જાય છે. પરંતુ કારમાં બેસતા બેસતા પણ ફોટોગ્રાફર્સને સંભળાવે છે.


diwali rishi kapoor