‘કાંતારા’ને મળેલી સફળતા માટે પંજૂરી દેવનો આભાર માન્યો રિષબ શેટ્ટીએ

22 January, 2023 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં રિષબે કામ કરવાની સાથે જ એને ડિરેક્ટ પણ કરી હતી

રિષબ શેટ્ટી

રિષબ શેટ્ટીએ તેની ‘કાંતારા’ને મળેલી સફળતા માટે પંજૂરી દેવનો આભાર માનવા કર્ણાટકમાં આયોજિત બુતા કોલા ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ ફિલ્મમાં રિષબે કામ કરવાની સાથે જ એને ડિરેક્ટ પણ કરી હતી. આ ફિલ્મને હોમ્બાલે ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ગયા વર્ષે ૩૦ સપ્ટેમ્બરે કન્નડમાં અને ૧૪ ઑક્ટોબરે હિન્દીમાં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી છે. બુતા કોલા ફેસ્ટિવલનો વિડિયો હોમ્બાલે ફિલ્મ્સે શૅર કર્યો છે. એમાં રિષબ પંજૂરી દેવતાનો આશીર્વાદ લેતો દેખાય છે.

entertainment news bollywood news