‘કાંતારા 2’ની સ્ક્રિપ્ટ થઈ ફાઇનલ

10 May, 2023 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મના લોકેશન માટે શોધ ચાલી રહી છે

‘કાંતારા 2’ની સ્ક્રિપ્ટ થઈ ફાઇનલ

રિષબ શેટ્ટીની ‘કાંતારા 2’ની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે અને હવે આ ફિલ્મની ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવે એની રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ ‘કાંતારા’ પૅન-ઇન્ડિયા સુપહિટ ફિલ્મ રહી હતી. આ ફિલ્મની સફળતાને લઈને એનો બીજો પાર્ટ બનાવવામાં આવશે. જોકે આ પાર્ટ હકીકતમાં પ્રીક્વલ રહેશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટને હવે ફાઇનલ કરવામાં આવી છે. પ્રોડ્યુસર વિજય કિરગંદુર અને રિષબ શેટ્ટી એનાથી સંતુષ્ટ છે અને બહુ જલદી એની ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મના લોકેશન માટે શોધ ચાલી રહી છે. એક વાર ફાઇનલ થઈ ગયા બાદ જૂનમાં એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.

entertainment news bollywood news bollywood gossips bollywood south india